News Portal...

Breaking News :

સરદાર ભવનના ખાંચામાં મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેને અને એસીપી ટ્રાફિક સ્થળ મુલાકાત કરી

2024-06-06 13:13:29
સરદાર ભવનના ખાંચામાં મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેને અને એસીપી ટ્રાફિક સ્થળ મુલાકાત કરી


- દુકાનદારોએ દબાણ ઊભું કર્યું છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે

- સરદાર ભુવનના ખાચાને વન - વે કરવામાં આવશે 

- પાલિકા દ્વારા નું માર્કિંગ કરવામાં આવશે, 15 દિવસમાં તોડી નાખવા વેપારીઓને સુચના 

રાજકોટની ઘટના બાદ વડોદરામાં પણ ફાયર વિભાગ તેમજ મહાનગરપાલિકા દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે દરમિયાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરદાર ભુવનના ખાંચામાં આવેલી તમામ દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. વાડી વિસ્તારની આ દુકાનો છેલ્લા ચાર દિવસથી બંધ છે ત્યારે બુધવારે મ્યુ. કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન, એસીપી ટ્રાફિક તેમજ સ્થાનિક કોર્પોરેટર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.



સરદાર ભવનના ખાંચામાં ટ્રાફિકની સમસ્યા જટીલ બની હતી અને તેના કારણે થોડા દિવસો અગાઉ એક વ્યક્તિની હત્યાનો પણ મામલો બન્યો હતો. જે બાદ મનપા દ્વારા આ વિસ્તારનું ચેકીંગ કરી તમામ દુકાનોને સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસથી અહી દુકાનો બંધ છે ત્યારે આજે કાઉન્સિલર સાથે વેપારીઓની રજૂઆત બાદ કોર્પોરેશન સમાધાનકારી ભૂમિકામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કાઉન્સિલર અને વેપારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરની મેરેથોન બેઠક યોજાઇ હતી. સરદાર ભુવન ના ખાંચામાં કોર્પોરેશન એ ફાયર સેફટી અને બી યુ પરમિશન ને લઇ સીલ માર્યા હતા. જેમાં સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ વિસ્તારમાં 180 થી વધુ દુકાનો આવેલી છે અને જેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ જટિલ બને છે સતત લોકોની અવરજવર રહે છે તેના કારણે પાર્કિંગની સમસ્યા પણ ઉદભવે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ દુકાનદારોને યોગ્ય વિકલ્પ બતાવ્યા બાદ સીલ દૂર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. દરમિયાન બુધવારના રોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના કોર્પોરેટર પણ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. પોલીસ વિભાગની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી અને જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આગામી 15 દિવસોમાં દુકાનદારો જો યોગ્ય પરવાનગી રજૂ નહીં કરે તો પુનઃ સીલ મારવામાં આવશે.



સરદાર ભવનમાં ખાંચામાં આજે સંયુક્ત સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં જે ગેરકાયદેસર  ઓટલા અને દાદર બનાવવામાં આવ્યા છે  જે ટ્રાફિકને અડચણરૂપ છે તેને તોડી નાખવામાં આવશે.  પાલિકા દ્વારા તેનું હવે માર્કિંગ કરવામાં આવશે.જે લોકોએ પણ હેતુફેર કર્યો છે અને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તે બાંધકામ વેપારીએ પોતાની જાતે  તોડી નાખવું નકર આગામી 15 દિવસ બાદ પાલિકા દ્વારા તેનું દબાણ તોડી નાખવામાં આવશે. ગેર કાયદેસર દબાણના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. જોકે હવે પાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે સરદારભવનના ખાંચાને વન - વે કરી દેવામાં આવશે. કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામેની ગલીમાંથી એન્ટ્રી મળશે અને સાઈબાબાના મંદિરથી બહાર નીકળશે. જોકે ત્યારબાદ વેપારીઓ સાથે પાલિકાનાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે મીટીંગ કરી હતી અને વેપારીઓએ તેમના નિર્ણયને આવકાર્યો પણ હતો. સૂત્રોનાં જણાવ્યા મુજબ મોડી સાંજે  મનુભાઈ ટાવરથી મ્યુનિસિપલ કમિશનરને ફોન જતા  તાત્કાલિક ધોરણે વેપારીઓની સીલ ખોલી નાખવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.  જોકે એક બાજુ બપોરે પાલિકામાં મીટીંગ કર્યા બાદ  વેપારીઓ મ્યુની. કમિશનર અને ચેરમેનનાં નિર્ણયને આવકાર્યો હતો  જોકે બીજી બાજુ  વર્ચસ્વ જમાવવા માટે અધિકારીઓ પર દબાણ કરવામાં આવે છે. ત્યારે વેપારીઓ પણ અસંમનજસ  મુકાઈ ગયા છે. શું વડોદરા પણ રાજકોટ ટીઆરપી જોનની  ઘટનાની રાહ જોઈ રહ્યું છે.?

Reporter: News Plus

Related Post