News Portal...

Breaking News :

દાંડિયા બજાર મધ્યવર્તી સ્કૂલ પાસે આવેલા સીટી હબ હાઇરાઇઝ બિલ્ડીંગ સીલ

2024-06-05 23:15:49
દાંડિયા બજાર મધ્યવર્તી સ્કૂલ પાસે આવેલા સીટી હબ હાઇરાઇઝ બિલ્ડીંગ સીલ




 ત્યાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોવાને કારણે લગભગ ૪૦ થી ૫૦ દુકાનોને સીલ..

સરદાર ભવન જિલ્લા પંચાયત,સ્પેન્સર મોલ,

ડી માર્ટ ( વાસણાભાઈલી રોડ ) નોટિસ

મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જેવા કે હોસ્પિટલો,શાળાઓ, ટયુશન કલાસીસ, હોટલ /રેસ્ટોરન્ટ, કાફે, મોલ્સ, શો રૂમ્સ, વ્યાપારી સંસ્થાઓ, ફીટનેશ સેન્ટર, કોલ સેન્ટર્સ, ફર્નિચર મોલ્સ, ગાદલાની દુશ્નનો, પ્લે સ્કુલ વિગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતી જેવી કેસિલિ/ ઈલેક્ટ્રીકલ/મિકેનીકલ બાબતોના વાયધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી / સઓક્યુપેશન સર્ટીફીકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડીપાર્ટમેન્ટની જ ટીમો અને ઝોન દીઠ ૫ ટીમો મળી કુલ ૧૪ ટીમો દ્વારા શહેરના વિવિધ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઉતર ઝોનમાં કુલ 146 સ્થળો પર તપાસ કરી કુલ 146 સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં કુલ 7  મિલકતોને નોટીસ આપવામાં આવી છે.કુલ- ૧૦ મિલકતો સીલ કરવામાં આવી હતી. પશ્ચિમ ઝોનમાં કુલ ૦૭ સ્થળોની તપાસ કરી 2 એકમોને સીલ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં કુલ ૦૧ સ્થળોની તપાસ કરી કુલ ૦૧ એકમોને નોટીસ આપવામાં આવી છે. આમ ચારે ઝોનમાં મળી કુલ ૧૬૧ સ્થળોની તપાસ કરી કુલ ૧૫૮ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી જ્યારે કુલ ૧૨ એકમોનેને સીલ કરવામાં આવશે. આ ઉપરાંત ફાયર ડીપાર્ટમેન્ટની છ ટીમો દ્વારા પણ આજ રોજ કુલ ૨૩ સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૨૩ એકમોને બી-૧૦ નોટીસ આપવામાં હતી.


 


ઉપરાંત ટાઉન ડેવલોપમેન્ટ શાખ્ય ધ્વારા પણ  શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ટટ્યુશન કલાસીસ, પ્લે સેન્ટરોની તેમજ હોરપીટલો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈકી કુલ ૧૧૮ એકમોની તપાસ કરવામાં આવી હતી જેમાં (૧)સીટી હબ કોમ્પલેક્ષ દાંડીયાબજારના ૧૧૫ યુનીટ (૨) પ્રથમ *(3) પ્લસેટ કોડસ મિ સ્કુલ (૪) સાંઇ હોસ્પિટલ મળી કુલ ૧૧૮ સ્થળોની તપાસ કરી કુલ ૧૧૮ કલાસીસા મિલકતોને સીલ કરવામાં આવી હતી.


રાજકોટ ઘટના બાદ વડોદરામાં પણ વડોદરા ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરની અલગ અલગ હાઇરાઈઝ બિલ્ડીંગ કે શોપિંગ સેન્ટરોમાં ફાયર એનઓસી કે ફાયર સેફટીના સાધનો ન હોવાને કારણે દરેક જગ્યા ઉપર સીલ મારવાની કામગીરી યથાવત રહી છે.  આજરોજ દાંડિયા બજાર મધ્યવર્તી સ્કૂલ પાસે આવેલા સીટી હબ હાઇરાઇઝ બિલ્ડીંગ આવેલી છે ત્યાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોવાને કારણે લગભગ ૪૦ થી ૫૦ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે.સરદાર પટેલ ભવન જિલ્લા પંચાયત નોટિસ વાઈટ રોઝ એપાર્ટમેન્ટ ફતેગંજ નોટિસ સ્નેહ સુધા એપાર્ટમેન્ટ TOWER A & B ( વીઆઈપી રોડ કારેલીબાગ ) નોટિસ ટાઈમ સ્ક્વેર  TOWER A & B & C ( ફતેગંજ ) નોટિસ

રામ ક્રિષ્ણા કોમ્પ્લેક્સ ( સુભાનપુરા ) નોટિસ   


 TP 02  ,  FP - 100 ( ભાયલી ) નોટિસ 

TP 03  ,  FP - 112 ( ભાયલી ) નોટિસ 

TP-04  ,  FP - 180 ( ભાયલી ) નોટિસ 

TP-03  ,  FP - 114 ( ભાયલી ) નોટિસ


વ્રજવાટીકા એપાર્ટમેન્ટ ( સિદ્ધનાથ મેઇન રોડ ) નોટિસ 

સમૃદ્ધિ એપારમેન્ટ ( વિહાર ટોકીઝ ની સામે ) નોટીસ 

ઋષિકેશ ટાવર ( વાળી શાક માર્કેટની સામે ) નોટિસ 

 સિલ્વર કાસકેટ  ( બગીખાના રોડ ) નોટિસ 

 ઉષા કિરણ એપાર્ટમેન્ટ ( રાવપુરા રોડ ) નોટિસ

ડી આર અમીન સ્કૂલ ( ગદાપુરા ) નોટિસ

શૈશવ સ્કૂલ ( ગોત્રી )  નોટિસ

 સ્પેન્સર મોલ ( ગેંડા સર્કલ ) નોટિસ 

સ્પેન્સર ની ઉપર કોટક મહિન્દ્રા બેન્ક એની અંદર પણ 

ડી માર્ટ ( વાસણાભાઈલી રોડ ) નોટિસ

Reporter: News Plus

Related Post