વડોદરા મહાનગર પાલિકાનાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શનમાં આવ્યા છે. અને કામચોર કર્મચારી - અધિકારીઓમાં ફફળાટ જોવા મળી રહ્યો છે.

ચોમાસાના દિવસો હવે ખૂબ નજીક આવી ગયા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા સહિત પીવાના પાણીની સમસ્યાનો તાગ મેળવવા શહેર મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં આવતા આકસ્મિક ચેકિંગ શરૂ કરીને જરૂરી સૂચનો અધિકારીઓને આપ્યા હતા.વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર સહિત શહેરના મોટાભાગના વિસ્તારમાં પીવાના પાણીના પ્રેસર સહિત અનિયમિતતા તથા વરસાદી પાણી ભરાવાની તકલીફો અંગે શહેર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે આકસ્મિક ચેકિંગમાં નીકળ્યા હતા.

પાલિકાના અધિકારીઓને સાથે રાખી મ્યુનિ. કમિશનરે શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની તંગી ઓછું પ્રેશર, અનિયમિત રીતે પાણી મળવું તથા વરસાદી દિવસોમાં વિવિધ વિસ્તારમાં ભરાતા પાણી અંગેની વિગત તેમણે સ્વયં મેળવી હતી. આ અંગે જરૂરી સુચના અને આદેશો વિવિધ સ્થાનિક પાલિકાના અધિકારીઓને આપ્યા હતા.ત્યારબાદ સમા વિસ્તારમાં પણ સ્થાનિક લોકોની પાણીના પ્રેશર સહિ અનિયમિતતા તથા સમય બાબને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એ મેળવી હતી. આવી ફરિયા સામે તેમણે સ્થાનિક પાલિક અધિકારીઓને વિવિધ સૂચના અને આદેશો કર્યા હતા. શહેર મ્યુનિ. કમિશનરે સમગ્ર સીટી બાબતે પીવા-પાણી અને વરસાદી પાણીના નિકાવ બાબતે આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું.



Reporter:







