સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સૂરજ પંચોલી અને આકાંક્ષા શર્મા અભિનિત ફિલ્મ કેસરી વીર હવે તેની રિલીઝના એકદમ નજીક પહોંચી છે.

ફિલ્મના પ્રીમિયર પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઐતિહાસિક ફિલ્મ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે જણાવ્યું કે તેમણે ફિલ્મનો ટીઝર જોયો છે અને દર્શકોને આ ફિલ્મ મોટા પડદા પર જોવા અપીલ કરી છે.મુખ્યમંત્રીએ કહ્યું, “કેસરી વીર માત્ર ફિલ્મ નથી, તે ભારતનો ઇતિહાસ છે. 14મી સદીમાં જે સોમનાથ યુદ્ધ થયું હતું, તેમાં યુવાન અને અજાણ્યા વીર હમીરજી ગોહિલે સોમનાથ મંદિરની રક્ષા માટે નેતૃત્વ કર્યું હતું. આ ફિલ્મ તે વીર યોદ્ધાઓની ગાથા પર આધારિત છે. મેં પોતે તેનું ટીઝર જોયું છે અને તે ખૂબ જ પ્રભાવશાળી લાગ્યું છે.
આ ફિલ્મ આપણને આપણા ઇતિહાસ પ્રત્યે જાગૃત રહેવાની તાતી જરૂરિયાતની યાદ અપાવે છે અને હું બધાને અપીલ કરું છું કે તેઓ આ ફિલ્મ થિયેટરમાં જઈને જોયે.”ધર્મ અને સોમનાથ મંદિર આધારિત આ મહાકાવ્ય યુદ્ધ ગાથામાં સુનીલ શેટ્ટી ધીર યોદ્ધા વેગદા જીની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સૂરજ પંચોલી વીર હમીરજી ગોહિલ તરીકે દેખાશે. તેમના સાથેછે આકાશા શર્મા, જે રાજલ નામની એક વિરાંગના પાત્રમાં જોવા મળશે. આ ત્રિપુટીનો સામનો થશે ઝફર સાથે, જેને વિવેક ઓબેરોય ભજવી રહ્યા છે — એવો ખલનાયક જે ધર્મના આધારે લોકોને બળજબરીથી ધર્માંતર માટે મજબૂર કરે છે.સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સૂરજ પંચોલી અને આકાંક્ષા શર્મા જેવા શક્તિશાળી કલાકારોની હાજરીમાં આ ફિલ્મ પ્રિન્સ ધીમાને દિગ્દર્શિત કરી છે અને તેને કનુભાઈ ચૌહાણ ચૌહાણ સ્ટુડિયોઝના બેનર હેઠળ નિર્માણ કર્યું છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા વૈશ્વિક સ્તરે રિલીઝ થનારી આ ફિલ્મમાં એક્શન, ભાવના અને ડ્રામાનો શાનદાર સંગમ જોવા મળશે. આ ફિલ્મ 23 મેના રોજ વૈશ્વિક દર્શકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે.
Reporter: admin