News Portal...

Breaking News :

શહેરના માંજલપુરમાં કુબેરેશ્વર તળાવની દુર્દશા મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે ઉઠાવ્યા સવાલો

2025-05-14 18:20:03
શહેરના માંજલપુરમાં કુબેરેશ્વર તળાવની દુર્દશા મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે ઉઠાવ્યા સવાલો


વડોદરા:  મહાનગરપાલિકા દ્વારા  શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરમાં આવેલા વિવિધ તળાવોનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યું હતું 


પરંતુ તેની યોગ્ય નિભાવણી અને જાળવણી ન કરાતાં આજે  શહેરના બ્યુટિફિકેશન કરાયેલા કેટલાક તળાવોની દુર્દશા પાલિકાના પાપે જોવા મળી રહી છે ગોત્રી તળાવ હોય કે પછી સૂરસાગર તળાવ, તરસાલી,સમા તળાવ વિગેરે જગ્યાએ  અવારનવાર માછલીઓના મોત, તળાવ ફરતે ઘણીવાર ગંદકી, ડ્રેનેજના પાણી વિગેરેની સ્થિતિ જોવા મળી રહી છે.


ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર તળાવની દુર્દશા જોવા મળી રહી છે અહીં ભૂગર્ભ જળ સંચય ક્ષમતા નો પ્રશ્ન તો છે જ સાથે પાળા નું ધોવાણ સાથે તૂટી રહ્યા છે તથા તળાવમાં અસહ્ય ગંદકીને કારણે લોકો વોકીંગ માટે પણ આવતા ખચકાટ અનુભવે છે ત્યારે સમગ્ર મામલે પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન કાઉન્સિલર અમીબેન રાવતે કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે  .

Reporter:

Related Post