વડોદરા: શહેર આમ આદમી પાર્ટી દ્વારા યુદ્ધ જેવી ગંભીર સ્થિતિમાં અહંકારી નિવેદનો આપનાર ભાજપના કોર્પોરેટરો સામે દેશદ્રોનો ગુનો દાખલ કરવા માંગ કરી છે.

હાલ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે તળાવ ભરી સ્થિતિ ચાલી રહી હતી દેશના જવાનો સરહદ પર સત્તાવાર રીતે ચીજોને નિયંત્રણ કરવા માટે તત્પર હતા ત્યારે દેશમાં રાજકીય નેતાઓની જવાબદારી હોવી જોઈએ કે તેઓ સંયમિત ભાષા અને દેશમાં નિવેદન આપે પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તેમજ સમાચાર પત્રો દ્વારા પ્રસિદ્ધ થયેલા ભાજપના કેટલાક કોર્પોરેટરોએ એવા નિવેદનો આપ્યા હતા કે 250 સીટોમાં માત્ર આટલું જ જુદું જોવા મળે પૂરું યુદ્ધ જોવું હોય તો 400 સીટો પ્લસ પહોંચાડવું પડે જેને લઇને વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના વોર્ડ નંબર 10 ના ભાજપ કોર્પોરેટર ચેતન સુરેજા અને વડોદરાના કોર્પોરેટર છાયાબેન ખરાદી દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલી પોસ્ટો દેશ વિરોધી મનોભાવ બતાવતી હતી
તેમજ અહંકારી બેભાન અને અપમાનજનક નિવેદનો કર્યા હતા તેના સામે વિરોધ દર્શાવીને તાત્કાલિક તેઓને પદેથી સસ્પેન્ડ કરવા તથા દેશદ્રોનો ગુનો દાખલ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.
Reporter: admin







