વડોદરા : ગઈકાલે રાત્રે સમતા રોડ પાસે આવેલ સૂર્ય કિરણ એપાર્ટમેન્ટ ધારાશય થતા પાંચ થી છ પરિવારનો આબાદ બચાવ થયો હતો. ઘટના સ્થળ પર જોઈન્ટ સીપી લીના પાટીલ તથા ફાયર ટીમ પહોંચી હતી. પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર નીચેના મકાનમાં રીનોવેશનનું કામ ચાલતું હતું ત્યાંના રહેતા રહીશો એ કીધું પણ હતું એ સાચવીને કામ કરજો અને સાંજે કામ બંધ કરતા રાતે ફ્લેટ ધરાશય થયો હતો મોટી દુર્ઘટના ટળી ત્યારે આજે સવારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી હતી કે બીજા મકાનો આવેલા છે તેઓને નોટિસ આપો જ્યારે ત્યાં રહેતા પરિવારોએ કીધું ખૂબ જ નુકસાન થયું છે.

એનું જિમ્મેદાર કોણ જે રીતના બિલ્ડર દ્વારા કામ ચાલતું હતું અને પિલ્લર ને નુકસાન થતા આ ધરાશય થયું છે જ્યારે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવે છે કે નીચે કામ ચાલતું હતું મ્યુનિસિપલ કમિશનરે કીધું અમે એની તપાસ કરીશું એટલે કઈ ને કઈ સવાલો ઊભા થાય છે.




Reporter: admin







