આજવા સરોવર ખાતે ચાલી રહેલ સ્ટોર્મ વોટર ડિસ્પોજલ સિસ્ટમની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ એ સ્થળ મુલાકાત કરી અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.

હાલ આજવા સરોવરનું જળ સ્તર ૨૧૦.૫૫ કૂટ છે. આજવા સરોવરનું સ્તર ૨૧૧ કૂટથી વધુ ન થાય તે માટે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ લગાવી કાર્યરત કરવાની કામગીરી અર્થે કુલ-૧૪ પંપ લગાડવામાં આવ્યા છે. દરેક પંપની ૧૨૦0 ની ક્ષમતા મુજબ દૈનિક ૪૦૫ મિલિયન લિટર પાણી આજવા સરોવર માંથી ઓછું થતાં આજવા સરોવરનું જળ સ્તર ૦.૧૫ ફૂટ દૈનિક ઓછુ થશે જેથી એક સપ્તાહમાં ૧ ફૂટ જેટલું પાણીનું સ્તર ઓછુ કરી શકાશે. જે અંગેની કામગીરીને સમિક્ષા કરી જરૂરી સુચનાં આપવામાં આવી.આજવા સરોવર માંથી દૈનિક ૧૪૫ મિલિયન લિટર પાણીનો જથ્થો ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જેમાં ૪૫ મિલિયન લિટર પાણી પેન્ટૂન મારફત લેવામાં આવી રહ્યો છે.

જેથી સ્ટેબિલીટીની કામગીરી તથા આગામી નવીન પાણીના શુદ્ધીકરણ કરતા મથક માટે તૈયાર કરવામાં આવી રહેલ ૧૫૦ મિલિયન લિટર પ્રતિ દિનની ક્ષમતાના નવીન પેન્ટૂન બનાવવાની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.આ ઉપરાંત વડોદરા શહેરમાં આવેલ મુખ્ય વરસાદી કાંસ જેવી કે રૂપારેલ,મસીયા,ભુખીમાં પ્રિમોન્સુનમાં કરેલ કામગીરીની સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો જેમાં દક્ષિણઝોનમાં આવેલ મસીયા કાંસ અને રૂપારેલ કાંસની મુલાકાત કરી હતી અને મહાનગરનાળા પાસે ડ્રેનમાસ્ટર દ્વારા ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ ઉતરઝોનમાં ભુખી કાંસ અને તરસાલી યુ.પી.એચ.સીની પણ મુલાકાત કરી તેનું નિરીક્ષણ કર્યુ હતુ. અંતે તરસાલી એસ.ટી.પીની મુલાકાત લઈ એસ.ટી.પી માંથી છોડવામાં આવતુ ટ્રીટેડ વોટરની ગુણવતા અંગેની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
Reporter: admin







