વડોદરા : આગામી તારીખ 21 શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા આયોજિત થનારા કાર્યક્રમ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકારની સૂચના અનુસાર વડોદરા મહાનગરપાલિકામાં યોજાનાર યોગ દિવસની ઉજવણીના સંદર્ભે પત્રકાર પરિષદ યોજી મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી હતી. વડોદરા શહેરમાં કુલ 36 જગ્યા ઉપર આ વખતે આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદ ને ધ્યાનમાં રાખીને તમામ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ યોગ સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓને સાથે રાખી વધુમાં વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ તે પ્રકારનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનરે આપી હતી.
Reporter: admin







