શહેરના ઉદ્યોગપતિ તથા ફર્નિચરના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા ગિરિશભાઈ શાહના દીકરી જીગીશાબેને M.S.University માંથી B.Sc નો અભ્યાસ પુર્ણ કર્યો અને અમદાવાદના નામાંકિત આરકીટેક શૈલભાઈ શાહ સાથે લગ્ન કર્યા.
લગ્નજીવન થી બે દીકરાઓનો જન્મ થયો અને બંને દીકરાની દિક્ષા ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસુરી મહારાજના હસ્તે મુંબઈ માં થઈ અને તેઓ પ્રવરભૂષણ વિજયજી - (સંસારી નામ -પાર્શ્વ ઉ.૧૭ તથા રત્નભૂષણવિજયજી ઉ.૧૫. મહારાજ બન્યા.) બચપન થી જ ઘર માં ગ્રુહચૈત્ય જીનાલય અને જીગીશાબેનના માસી મહારાજ સાધ્વી જીનેન્દ્રજી મહારાજની પ્રેરણા થી ધર્મમાર્ગે આગળ વધી બરાબર આજથી ૨૨ દિવસ પછી એટલેકે ૩જી ડીસેમ્બર ૨૦૨૪ ના દિવસે બોપલ અમદાવાદ ખાતે દિક્ષા અંગીકાર કરશે..જે અંગે આજે અલકાપુરી જૈન સંઘમાં જીગીશા બેનને પ્રજ્ઞાબેન ગિરિશભાઈ શાહ પરિવાર દ્વારા તથા સંઘ દ્વારા અંતિમ સંસારિક વિદાયનો બહુમાન કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મુંબઈથી વક્તા શાશન ભાઈ તથા જૈન સંગીતકાર રીશભ દોશીએ સંયમ જીવનની ગુણગાથા ગાઈ હતી. અલકાપુરી જૈન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ, ટ્રસ્ટી પ્રશાંતભાઈ તથા જયેન્દ્રભાઈ શાહ તથા જુદા જુદા જૈન સંઘો,જૈન સોશ્યલ ગ્રુપ, સંગીની ગ્રુપ સહિતના લોકોએ મુમુક્ષુ દિક્ષાર્થી જીગીશાબેન શાહને પ્રવજયા ગ્રહણ માટે શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ નિધિ બ્રિજેશભાઈ શાહે સકળ સંઘ ને અમદાવાદ ખાતે ૩જી તારીખે દિક્ષામાં પધારવા આમંત્રણ આપ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું
Reporter: admin