વડોદરા ડેરા પોળ સંઘ નો ૧૯ વર્ષીય યુવાન રાજ ચિરાગભાઈ શાહની ભાગવતી પ્રવજયા ગ્રહણ સમારોહ ૧૪ મી ડિસેમ્બરે પાલિતાણાના શત્રુંજય તીર્થ ના પર્વત ઉપર આવેલ બાબુના દહેરાસર પરીસરમાં યોજાશે એમ જાણિતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
બાબાજી પુરા જૈન સંઘના પ્રમુખ નવિનભાઇ શાહે જણાવ્યું હતું કે વડોદરા ના આ યુવાનને સંઘ દ્વારા અંતિમ શાનદાર વિદાય આપવાના કાર્યક્રમમાં સુરતથી ખાસ હાર્દિક શાહ પધાર્યા હતા અને ત્રણ કલાક સુધી એમની વાણી દ્વારા લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતાં.દરમિયાન માં ખીચોખીચ ભરાયેલા ઉપાશ્રયમાં આ વિદાય સમારંભ માં મુમુક્ષુ દિક્ષાર્થી શ્રીરાજ જે પાઠશાળા માં જૈન ધાર્મિક શિક્ષણ લીધું તે પાઠશાળા ના બાળક- બાલિકાઓ દ્વારા શાનદાર સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતા પિતા ના ગુણો ને યાદ કરી અક્ષત થી મુમુક્ષુ દિક્ષાર્થી રાજે માતા નૂતન બેન અને પિતા ચિરાગભાઈ ને આવા સરસ સંસ્કાર અને દિક્ષા ની રજા આપવા બદલ અક્ષત એટલે ચોખા વધાવી નવળાવી દીધા હતા.
ત્યારબાદ મુમુક્ષુ રાજનો નાના ભાઈ અનુજે પણ પોતાના મોટાભાઈ ને સુંદર સંયમ જીવન માટે શુભેચ્છા આપી ગળે મળીને જણાવ્યું હતું કે ભાઈ હું મમ્મી પપ્પા ને ક્યાંય તકલીફ નહીં પડવા દઉં.સંઘ ના ટ્રસ્ટી મંડળે મુમુક્ષુ દિક્ષાર્થી રાજ ને કંકુ ચોખા શાલ ઓઢાડી તથા સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું .આ પ્રસંગે જૈન અગ્રણી દીપક શાહે પણ ઉપસ્થિત માનવમેદની ને મુમુક્ષુ રાજ ના ગુણો યાદ કરાવી મુમુક્ષુ દિક્ષાર્થી રાજ સુંદર મજાનું સંયમ જીવન પાળી ને સંઘ અને પરિવાર ને ઉજ્જવલ બનાવે તેવા આશિર્વાદ આપ્યા હતા.દરમિયાનમાં ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષુ દિક્ષાર્થી રાજ ની દીક્ષા પ્રસંગ વડોદરા થી બસો તથા ખાનગી વાહનો દ્વારા ૧૧ મી ડીસેમ્બર થી ૧૪ ડીસેમ્બર સુધી પાલિતાણા ખાતે આચાર્ય રાજ રત્ન સુરી મહારાજ ની નિશ્રામાં દીક્ષા અને આચાર્ય સુર્યોદય સુરી મહારાજ ની મુર્તિ ની પ્રતિષ્ઠા ના જુદાં જુદાં કાર્યકમો માં ભાગ લેશે.
Reporter: admin