મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દુશ્મની ઘણી જૂની છે, તાજેતરની ઘટનાઓ બાદ આ મામલો વધુ ગંભીર બનતો જોવા મળી રહ્યો છે.
NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાબા સિદ્દીકી પણ સલમાનના મિત્ર હતા અને બોલિવૂડના ઘણા સેલેબ્સ સાથે તેમની ગાઢ મિત્રતા હતી.આ દરમિયાન હવે મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે.મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આ ધમકીભર્યો મેસેજ આવ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મની ખતમ કરવા માટે અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી છે.
મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે 'આને હળવાશથી ન લો, નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.' આ મામલે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે.આ પહેલા મુંબઈ પોલીસે સલમાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક આરોપીની ધરપકડ કરી હતી. બુધવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હરિયાણાના પાણીપતથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વ્યક્તિનું નામ સુખા છે. તે બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર છે અને તેને નવી મુંબઈ લાવવામાં આવ્યો છે.
Reporter: admin