દેશમાં ચોમાસુ બેસી ગયું છે અને ઘણા રાજ્યોમાં તો વરસાદના કારણે પાણી ભરાયા છે.મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસ થી ઓરેન્જ એલર્ટ હતું,ભારે વરસાદના લીધે લોકો ની જીવનશૈલી પર અસર થઇ હતી .
છેલ્લા કેટલાક દિવસ થી મુંબઈમાં વરસાદી માહોલ જામ્યો હતો.હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી આપેલી છે અને લોકો ને સાવચેતી રાખવા જણાવ્યું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રને રેડ એલર્ટ જાહેર કર્યું છે . મુંબઈના રત્નાગિરિ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યું છે.રાયગઢ, સતારા,અમરાવતી, હિંગોલી,અને વર્ધા માં ઓરેન્જ એલર્ટ,જયારે મુંબઈ થાણે, ધુલે અને પાલઘરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મુંબઈ માં વરસાદ ના લીધે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગળ ની ૧૭ જુલાઈએ કોંકણ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરી છે. ગુજરાતમાં કેટલાક સ્થળોમાં ભારે થી મધ્યમ વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદને લીધે મુંબઈને સાવચેતી રાખવા હવામાન વિભાગે જણાવ્યું છે. મુંબઈમાં વરસાદ ના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે .
Reporter: admin