News Portal...

Breaking News :

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા દોડી આવી‌‌ : મુંબઇના બહુચર્ચિત ડ્રગ માફીયા સાજીદ ઇલેક્ટ્રીકવાલા અપહરણ કેસનો રેલો વડોદરા પહોંચ્યો

2025-07-26 13:15:41
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા દોડી આવી‌‌ : મુંબઇના બહુચર્ચિત ડ્રગ માફીયા સાજીદ ઇલેક્ટ્રીકવાલા અપહરણ કેસનો રેલો વડોદરા પહોંચ્યો


મુંબઇ:  ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ડ્રગ ટ્રાફિંગ સાથે સંકળાયેલા નામચીન સાજીદ ઇલેક્ટ્રીકવાલા અપહરણ કેસની તપાસ કરી રહીં છે. 


મળતી માહિતી અનુસાર, સાજીદે થોડા સમય પહેલા છોટા શકીલના નાના ભાઇ અનવર શેખની ગેંગના માણસો પાસેથી એમ.ડી. ડ્રગ્સ માટે રૂ. 50 લાખ ટોકન પેટે લીધા હતા. જોકે રૂપિયા લીધા બાદ ડીલીવરી ન થતાં સાજીદ ગલ્લા તલ્લા કરતો હતો. બીજી તરફ તેને લીધેલા રૂપિયા પણ પરત આપતો ન હતો.મુંબઈના બહુચર્ચીત આ અપહરણ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે, અને તેવામાં વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા "દિપક નંદકિશોર શર્મા"નું નામ ખુલ્યું હતું. 


આરોપી દીપક આ અપહરણ દરમિયાન આઠ દિવસ સુધી ગેંગમાં ઉપસ્થિત હોવાનું સામે આવ્યું હતું. દીપકને પકડવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા દોડી આવી‌‌ હતી. બે દિવસ સુધી સતત તેના ઉપર વોચ ગોઠવી, સ્થાનિક પોલીસની મદદ મેળવી વહેલી સવારે તેને ઘરેથી ઝડપી પાડ્યો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની તપાસ કરતા તેની પાસેથી એક દેશી તમંચો અને 5 જીવતા કારતુસો પણ મળી આવ્યા હતા.

Reporter: admin

Related Post