દિલ્હી :બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 12 સ્ટેશનમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ (બીકેસી)નો સમાવેશ
મુંબઈ-અમદાવાદ વચ્ચેના સ્ટેશન યૂઝર ફ્રેન્ડલી હશે
ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માળખામાં ફેરફાર માટે જાપાનની મહત્ત્વની ભૂમિકા રહી હોવાનું જણાવતા રાજદૂતે કહ્યું હતું કે હવે ભારતની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનની યોજના સંપૂર્ણપણે ઓન ટ્રેક છે. મુંબઈ-અમદાવાદ વચ્ચેનો કોરિડોર 2027 સુધીમાં ચાલુ કરવાની અપેક્ષા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે 2027 સુધીમાં આ કોરિડોરમાં એક ટ્રેન દોડશે. જાપાન જ્યારે ઈ5 અને ઈ3 સિરીઝની શિન્કાનસેન ટ્રેન પૂરી પાડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે છે ત્યારે બુલેટ ટ્રેનની ડિલિવરીની પ્રક્રિયાને વેગ મળશે.મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 12 સ્ટેશનમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ (બીકેસી)નો સમાવેશ થાય છે, જે ખાસ કરીને યૂઝર ફ્રેન્ડલી હશે.
ગુજરાતના સ્ટેશનનો નિર્માણ કાર્ય પણ લગભગ પૂર્ણતાને આરે છે. મુંબઈ-અમદાવાદ વચ્ચેના 12 સ્ટેશનની ડિઝાઈન આધુનિક હશે, જે ઉત્તમ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી સહિત સસ્ટેનેબિલિટીને પ્રાથમિકતા આપવામાં આવશે. રેલવે પ્રશાસન તરફથી 2030 સુધી નેટ ઝીરો કાર્બનનું લક્ષ્ય રાખ્યું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રુપિયા છે.2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિંજો આબેએ ભારત-જાપાન વચ્ચે વિશેષ રાજનીતિક અને વૈશ્વિક ભાગીદારીનું નિર્માણ કર્યું હતું. એના અન્વયે ભારતમાં બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું જોયું છે.
Reporter: admin







