વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગના પ્રોફેસર સામે બિભત્સ હરકતો કરવી તેમજ કારકિર્દી ખતમ કરવાની ધમકીઓને લઈને વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સયાજીગંજ પોલીસે શનિવારે (11મી જાન્યુઆરી) રાત્રે જ પ્રોફેસરની ધરપકડ કરી હતી. પ્રોફેસર પોલીસ સમક્ષ એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, ‘મેં આવું કશું કર્યું નથી.’
Reporter: admin