પાલિકાની વડી કચેરી ખાતે ધારાસભ્યો ની સંકલન સમિતિની બેઠક યોજાઈ
ટ્રાફિક, ડ્રેનેજ અને દબાણ મુદ્દે ધારાસભ્યોની પાલિકાને રજૂઆત..
શનિવારે વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરી ખાતે સાંસદ અને ધારાસભ્યોની પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન બેઠક મળી હતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને પાલિકાના તમામ વિભાગના વડાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ધારાસભ્યોએ તેમના વિસ્તારના પ્રાણ પ્રશ્નો તેમજ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસલક્ષી કામોના પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.દર્ભાવતી (ડભોઇ) વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા સંકલનની બેઠકમાં ભાયલી વિસ્તારમાં લિનિયર પાર્ટની કામગીરી કે જેમાં સરકાર દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે તે કામગીરી શરૂ કરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. બીલ ભાયલી અને કલાલીમા નવા રસ્તાની કામગીરી શરૂ કરાવવાની રજૂઆત કરાઇ હતી. ભાયલી ગામતળમાં ડ્રેનેજ ઉભરાવવાનો પ્રશ્ન છે અને પાણીની લાઇનો વારંવાર ફાટી જાય છે તે લાઇનો નવીન નાખવામાં આવે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી. પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા ટી.પી.3 માં ગેરકાયદેસર બાંધકામ અંગે આરટીઆઇ કરી ને અનેકવાર રજૂઆતો કરી હતી જેમાં ફાયનલ પ્લોટ નં.700,725 અને 248 આ તમામ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે અને આવું બાંધકામ કરનારાઓ સામે પગલાં લેવામાં આવે.ફાયનલ પ્લોટ નં.700 પર રૂ.12-12 લાખમાં પ્લોટો વેચાણ થયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ મામલે કાર્યવાહી થવી જોઈએ. તળાવની ડિઝાઇન માટે ટીમ આવીને સર્વે કરીને કામગીરી કરશે તેમા પત્રકાર દ્વારા પૂછતાં કે કપૂરાઇ તળાવની તકલાદી કામગીરી કરનાર જ આ તળાવની કામગીરી કરશે? તેના જવાબમાં ધારાસભ્યે જણાવ્યું હતું કે,મારો જિલ્લાનો વિષય છે આ મામલો કોર્પોરેશન ને જોવાનો હોય.
બાંકો પાસેનું નાળું પહોળું કરવા માંગ
પાદરા વિધાનસભામાં આવતા સેવાસી,સોનારકૂઇ અને ખાનપુર ખાતે જ્યાં નવા ડેવલપમેન્ટ ની કામગીરી ચાલી રહી છે જ્યાં ગટરના પાણીના નિકાલ માટેના પ્રશ્નોના રહીશોના પ્રશ્નોના નિરાકરણ સાથે સાથે રોડ રસ્તાઓ, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટેની રજુઆત કરવામાં આવી બાન્કો પાસે નું નાળું આવેલું છે તે સાંકડું છે તે રસ્તો પહોળો કરવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવે.
ચૈતન્ય સિંહ ઝાલા, ધારાસભ્ય
વેમાલી વિસ્તારમાં ડ્રેનેજ–પાણી મુદ્દે રજૂઆત
વેમાલી મા આવેલી ઘણી સોસાયટીઓમાં ડ્રેનેજ અને પાણીના પ્રશ્નોના નિકાલ માટે રજૂઆત કરી હતી.પંચવટી થી ઉડેરા સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે આ રોડની કામગીરી મંજૂર થયો છે તેની કામગીરી વહેલી તકે કરાશે તેવી ચર્ચામાં કહેવાયું છે તથા ગંગાનગર પાસે જ્યાં જ્યાં રોડ નથી કે ખરાબ છે અને સ્ટ્રીટ લાઈટ નથી.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્ય
ટ્રાફિક જામ મુદ્દે નવા ફ્લાયઓવર માટે રજૂઆત
ટ્રાફિક જામની સમસ્યા મુદ્દે અનેક જગ્યાઓ પર નવા ફલાય ઓવરની માંગણી કરી હતી.વડોદરામાં પ્રવેશતા ઝાયડસ કંપની ચારરસ્તા, ગોત્ર ખાતે, આઇ ટી આઇ પાંચ રસ્તાને ખૂલ્લો કરવા તથા સર્વે કરાવી જરુરી હોય તો ફ્લાય ઓવરબ્રિજ ની રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે સેન ગાર્ડન અને 18 મીટર ના નવા રોડ બનાવવા. ,ટી.પી. 54 માં પૈસા ભરી માપણી માટે ની રજૂઆત કરવામાં આવી હતી તેમજ દશામાં તળાવ સામેપાલિકા ની દબાણ શાખા દ્વારા આશરે ત્રણસો જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં આઠ થી દસ બાંધકામ 60 વર્ષ ઉપરના હતા તેઓને અન્યત્ર રહેણાંક આવાસ આપવા અંગે તંત્રને સૂચન કર્યું હતું આવનાર દિવસોમાં પાલિકા પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાવવા જઈ રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
કેયુર રોકડીયા, ધારાસભ્ય
Reporter: admin







