News Portal...

Breaking News :

MSU હોસ્ટેલમાં રહેતી 80 થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ

2025-07-09 10:44:54
MSU હોસ્ટેલમાં રહેતી 80 થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ


વડોદરા : એમ એસ યુનિવર્સીટીના ગર્લ્સ હોસ્ટેલની છોકરીઓ ને ફૂડ પોઇઝનિંગ થતા તેવો ને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાત્રે 9 વાગે ભોજન લીધા બાદ રાત્રે 11 વાગ્યા થી છોકરીઓની તબિયત બગડવાની શરુ થઇ હતી ત્યાર બાદ તમામ છોકરીઓને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. રાત્રે 3 વાગ્યા સુધીમાં અંદાજિત 50 થી વધુ જેટલી છોકરીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.




વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિ. માં વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહીં અભ્યાસ કરી રહી છે. જ્યાં હોસ્ટેલમાં જમવા માટે મેસની સુવિધા પણ ઉપલબ્ધ છે. ત્યારે ગતરોજ યુનિવર્સિટીની ત્રણથી ચાર હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ રાત્રી ભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી. વિદ્યાર્થીનીઓને એકા એક વોમિટિંગ અને તબિયત નાદુરસ્ત બનતા હોસ્ટેલના વોર્ડનને જાણ કરાઈ હતી. 


જોકે જોત જોતામાં વિદ્યાર્થનીઓની તબિયત બગડી હોવાની સંખ્યામાં વધારો થતાં તાત્કાલિક યુનિ. ના સત્તાધીશોને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી વિદ્યાર્થીનીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ તો કેટલાકને ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આમ આખી રાત ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યું હતું.ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસને પણ જાણ કરી તેમની મદદ લેવામાં આવી હતી. હાલ સયાજી હોસ્પિટલ, ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ છે. જોકે હોસ્ટેલમાં રહેતી 80 થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી.

Reporter: admin

Related Post