સીરિયા: પદભ્રષ્ટ પ્રમુખને વફાદાર તેવી સેનાની ટુકડીઓ અને સરકારને વફાદાર તેની સેનાની ટુકડીઓ વચ્ચે થયેલાં ઘમાસાણ યુદ્ધમાં 70થી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે અને અસંખ્ય લોકો ઘાયલ પણ થયા છે. તેમ યુકે સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ એસ.ઓ.એચ.આઈ તેનાં સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. મૃત્યુ પામેલામાં સરકારી દળોના 35 , અસદ તરફી લશ્કરી ટુકડીઓના 32 અને 4 નાગરિકોનાં પણ મૃત્યુ થયાં હતાં.
યુદ્ધ સૌથી વધુ સમુદ્રતટના વિસ્તારમાં જામ્યું હતું. ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલાં લટાકીયા તરનૌઝ અન હોમ્સ પાસે તો ગુરૂવારે ખુનખાર યુદ્ધ થયું હતું. બળવાખોર લશ્કરી ટુકડીઓએ ઇસ્તામો અને કરદાહા એરપોર્ટ અને આસપાસના વિસ્તારો ઉપર કાબુ ધરાવે છે. તેઓ લટકીયાના પર્વતીય વિસ્તારોમાં મુખ્ય મથક ધરાવે છે. ત્યાંથી તેવો દમાસ્કસનાં (સીરિયાનાં) સરકારી દળો ઉપર હુમલા કરે છે.
તેમનો સામનો કરવા સીરિયાની સરકારે (તેની ડિફેન્સ એન્ડ ઈન્ટિરિયર મિનિસ્ટ્રી) લટાકીયામાં વધુ દળો મોકલ્યાં છે. પરંતુ પાછળ ભૂમધ્ય સમુદ્ર અને આગળ દક્ષિણ પૂર્વે રહેલાં રણ વચ્ચે રહેલા લટાકીયા વિસ્તારના પર્વતોમાં રહેલી આ અસદ તરફી બળવાખોર લશ્કરી ટુકડીઓ મચક આપતી નથી. યુદ્ધ ધમાસણ જામ્યું છે.
Reporter:







