News Portal...

Breaking News :

2 એપ્રિલથી ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાગુ : ટેરિફમાં ઘટાડો કરવા ભારત રાજી

2025-03-08 10:10:51
2 એપ્રિલથી ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાગુ : ટેરિફમાં ઘટાડો કરવા ભારત રાજી


દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી ભારત સામે આક્ષેપો કરે છે કે તે સૌથી વધુ ટેરિફ અને ટેક્સ વસૂલે છે. જેના બાદથી તે ભારત પર ટેરિફ અને ટેક્સ લાદવાની વાતો કરી રહ્યા હતા. 


ટ્રમ્પે અમુક દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે આગામી 2 એપ્રિલથી ભારત સામે પણ રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડી જશે. જોકે હવે આજે ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકાથી વસૂલવામાં આવતા ટેરિફમાં ઘટાડો કરવા રાજી થઈ ગયું છે.  ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કરતાં કહ્યું કે કોઈ તો છે જે ભારતની પોલ ખોલી રહ્યું છે. વ્હાઈટ હાઉસથી નેશનલ લેવલ પર સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે ભારત અમારી પાસેથી ભારે ટેરિફ-ટેક્સ વસૂલી રહ્યું હતું. 


જોકે અમે ભારતમાં કોઈ વસ્તુ વેચી નહોતા શકતા. જોકે હવે ભારતે નમતું વલણ અપનાવ્યું છે. તે ટેરિફમાં ઘટાડો કરવા રાજી છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને પણ ઝટકો આપતા કહી દીધું છે કે યુક્રેન સાથે જ્યાં સુધી રશિયા યુદ્ધવિરામ નહીં કરે ત્યાં સુધી અમે તેની સામે પણ ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છીએ. રશિયા હજુ પણ યુક્રેન પર બોમ્બમારો કરી રહ્યો છે. બંને પક્ષો સમજૂતિ કરવા તૈયાર છે. અમે મુદ્દાને ઉકેલી લઈશું.

Reporter: admin

Related Post