News Portal...

Breaking News :

અમદાવાદની 60થી વધુ શાળાઓ પાસે સરકારે આપેલી ગ્રાન્ટનો હિસાબ નથી

2024-11-30 13:01:28
અમદાવાદની 60થી વધુ શાળાઓ પાસે સરકારે આપેલી ગ્રાન્ટનો હિસાબ નથી


અમદાવાદ: રાજ્યમાં શિક્ષણ અને શિક્ષણની પ્રવૃત્તિઓને લઈને ધાંધિયા તો સામે આવતા જ હોય છે 


પરંતુ સરકાર જે શિક્ષણ પાછળ સરકારી ગ્રાન્ટેડ શાળાઓને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તે ફાળવાયેલી ગ્રાન્ટનો હિસાબ મળતો નથી. ખૂબ જ આશ્ચર્યની વાત છે કે અમદાવાદની આવી 60થી વધુ શાળાઓ પાસે સરકારે આપેલી ગ્રાન્ટનો હિસાબ નથી કે પછી પોતાની આળસના કારણે શાળાઓએ એ ગ્રાન્ટનો ઓડિટ રિપોર્ટ જ રજૂ કર્યો નથી. આવી અમદાવાદની 60થી વધુ શાળાઓને ઓડિટ રિપોર્ટ રજૂ કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે.


સામાન્ય રીતે આપણે આપણી આવક અને જાવકનો હિસાબ રાખતા હોઈએ છીએ, જેથી કરીને ખર્ચ અને આવકની ગણતરી થઈ શકે. પરંતુ અમદાવાદની શાળાઓની આળસ કહો કે પછી બીજું કંઈ પણ સાચી વાત એ છે કે અમદાવાદની 60થી વધુ શાળાઓએ સરકારમાંથી આવતી ગ્રાન્ટનો ઓડિટ રિપોર્ટ હજુ સુધી જમા કરાવ્યો નથી. અગાઉ અમદાવાદની 390થી વધુ શાળાઓને વર્ષ 2020-21ના હિસાબોના ઓડિટ માટે એક કેમ્પ યોજાયો હતો. જેમાં તમામ ગ્રાન્ટેડ શાળાઓને જરૂરી રેકોર્ડ સાથે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી. શાળાઓને અગાઉથી જાણ કરી હોવા છતાં કેટલીક શાળાઓ આ કેમ્પમાં હાજર જ ન રહી.

Reporter: admin

Related Post