સુરત: શહેરના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામ નજીક આવેલી વસાહતમાં રહેતા ચાર જેટલા બાળકો ઘરે નજીક આઈસ્ક્રીમ ખાધા બાદ પ્લાસ્ટિક સળગાવી તાપણું કરી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા.
ચારો બાળકને સારવાર અર્થે સ્થાનિક લોકો અને પરિવારના સભ્યો દ્વારા નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ બાળકનું મોત થયું હતું. આ ઘટના સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામ નજીક છૂટક મજૂરી કરીને પરિવારનો ગુજરાન ચલાવતા અલગ-અલગ ત્રણ પરિવારના બાળકો ઘર નજીક આઈસ્ક્રીમ ખાધા બાદ પ્લાસ્ટિક સળગાવી ઠંડીને લઈ તાપણું કરતા હતા અને અચાનક આ ચાર બાળકો ઢળી પડ્યા હતા.
જોકે સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા તેઓએ આ બાળકના પરિવારને જાણકારી આપી હતી અને પરિવાર ત્યાં પહોંચ્યા બાદ આ બાળકને નજીકની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં એક પછી એક ત્રણ બાળકોના મોત થયા છે. જ્યારે એક બાળક સારવાર હેઠળ છે.
Reporter: admin