News Portal...

Breaking News :

કેન્દ્ર સરકારની સરકારી 40 લાખથી વધારે જગ્યા મંજૂર કરવામાં આવી

2025-07-25 11:00:38
કેન્દ્ર સરકારની સરકારી 40 લાખથી વધારે જગ્યા મંજૂર કરવામાં આવી


દિલ્હી: બેરોજગારીના મુદ્દાને લઈને સંસદમાં ઘણીવાર વિપક્ષ પ્રશ્નો પૂંછતું હોય છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં કેન્દ્ર સરકારની સરકારી નોકરીની ખાલી જગ્યાઓ અંગે પ્રશ્ન પૂછાયો હતો. જેનો કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યપ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે જવાબ આપ્યો હતો.



રાજ્યસભાના પ્રશ્નકાળમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગો જેવા કે રેલ્વે, સંરક્ષણ, ગૃહ મંત્રાલય અને ટપાલ વિભાગમાં કુલ ખાલી જગ્યાઓની વિગતો માંગવામાં આવી હતી. જેનો જવાબ આપતા કેન્દ્રીય પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “ખાલી જગ્યાઓ અને નિમણૂકોની વિગતો સંબંધિત મંત્રાલયો અને વિભાગો દ્વારા જાળવવામાં આવે છે. ખર્ચ વિભાગનું પગાર સંશોધન એકમ મંજૂર પોસ્ટ્સ અને વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ચાર્જમાં રહેલા વ્યક્તિઓ સંબંધિત ડેટા ધરાવતો વાર્ષિક અહેવાલ પ્રકાશિત કરે છે.


ડૉ. જીતેન્દ્ર સિંહે આગળ જણાવ્યું કે, ” સરકારી નોકરીની ખાલી જગ્યાઓ અને તેની ભરતી એક સતત ચાલતી પ્રક્રિયા છે, તે જરૂરિયાતના આધારે પૂરી થાય છે. હાલ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં 40 લાખથી વધારે જગ્યા મંજૂર કરવામાં આવેલી છે. સરકારે તમામ વિભાગોને સીધી ભરતી દ્વારા ખાલી જગ્યાઓ સમયસર ભરવાની સૂચના આપી છે. જે તે મંત્રાલયો અને વિભાગો ભરતી એજન્સીઓને સીધી ભરતી માટે ખાલી જગ્યાઓને જાણ કરવાની રહેશે. જેથી આ ખાલી જગ્યાઓને સમયસર ભરી શકાય.”

Reporter: admin

Related Post