અમદાવાદ: શહેર ના નવરંગપુરામાં આવેલી સોમ-લલીત સ્કૂલમાં ગુરૂવારે (24મી જુલાઈ) રિસેષ દરમિયાન ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જેમાં ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાથી તબીબોએ સારવાર શરૂ કરી હતી, પરંતુ શુક્રવારે (25મી જુલાઈ) સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. નોંધનીય છે કે, વિદ્યાર્થિનીએ ક્યા કારણસર આ પગલુ ભર્યુ? તે અંગે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.
Reporter: admin







