વડોદરા: મનપા કચેરી ખાતે મેયરને રજૂઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શન બાદ નવાપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે કાર્યકર્તાઓની અટકાયત કરવાનું શરૂ કર્યું.
જોકે, AAP કાર્યકર્તાઓની સંખ્યા ધારણા કરતાં ઘણી વધારે હોવાથી પોલીસને આશ્ચર્ય થયું હતું. 30થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવાની હોવાથી પોલીસને વાહનોની અછતનો સામનો કરવો પડ્યો. સ્થિતિ એવી સર્જાઈ કે અટકાયતીઓને પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસના વાહનોને એક પછી એક અનેક ફેરા મારવાની નોબત આવી હતી.
આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને લઈ જવામાં પોલીસને રીતસરનો પરસેવો છૂટી ગયો હતો, અને વાહનો ખૂટી પડતા અટકાયત પ્રક્રિયામાં દોડધામ મચી હતી. મહિલા પોલીસકર્મીઓને પણ આ પરિસ્થિતિને સંભાળવામાં દોડધામ કરવી પડી હતી. આ ઘટનાએ પોલીસ તંત્રને પણ અચાનક ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે પડકાર આપ્યો હતો.
Reporter:







