વડોદરા : શહેર મદન ઝાંપા રોડ ખાતે આવેલ બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇન થતા આજે 20,000 થી વધુ પરિવારને ગેસ થી વંચિત રહેવું પડ્યું હતું.

વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ માત્ર પેપર પર જ સ્માર્ટ સિટી પ્રજાને બતાવી રહ્યા છે ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે ત્યારે વડોદરા શહેરના મદન ઝાંપા રોડ ખાતે આવેલ બકરાવાડી ત્રણ રસ્તા પાસે પાલિકાના ઈજાદાર દ્વારા ગેસ લાઇન ને કામગીરી દરમિયાન મોડી રાત્રે તૂટી જતા આજે વહેલી સવારે હજારો પરિવારોને ગેસથી વંચિત રહેવું પડ્યું હતું.વડોદરા શહેર ઇલેક્શન નંબર 13 માં સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ બકરા વડી ખાતે છેલ્લા ઘણા સમયથી ગેસનું ઓછું પ્રેશર આવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે પાલિકાના દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી

ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર વડોદરા ગેસ વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગેસ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ઈજાદારો સાથે એન્જિનિયરો સ્થળ પર નો ઊભા હોવાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગાડ મારી રાત્રે બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઈન ડેમેજ થતા હોવાથી લોકોના ઘરોમાં ગેસ ન સળગતા હજારો પરિવારોને ચાહા પાની નાસ્તો વગર રહેવું પડ્યું હતું. ત્યારે સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસના નગરસેવક બાળું ભાઈ સુર્વે ને સંપર્ક કર્યો હતો ત્યારે બાળું ભાઈ સુર્વે ઘટના સ્તર પર પહોંચ્યા અને લોકોની વેદના સાંભળી હતી અને આ કામગીરી તકે પૂર્ણ કરવામાં આવે જેથી લોકો ને ગેસ મળી રહે અને પાલિકાના ઇજાદારો સામે આ નુકસાનની ભરપાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.




Reporter: admin