મિશિગન :અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ જાણે હવે સામાન્ય બનતી જઇ રહી છે જેને લઈને સામાન્ય નાગરિકોની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે.
તાજેતરનો મામલો ફરી એક પાર્ટીમાં અંધાધૂંધ ગોળીબારનો છે. જેમાં 2 લોકોનાં મોત થયા છે જ્યારે 19થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે. મિશિગન સ્ટેટ પોલીસના અહેવાલ અનુસાર આ ઘટના રવિવારે સવારે બની હતી. મોટાભાગના લોકો ગોળી વાગવાને કારણે ઈજાગ્રસ્ત થયા છે. અંધાધૂંધ ગોળીબારને પગલે પાર્ટીમાં એકાએક અફરા તફરી મચી ગઇ હતી. જોકે પોલીસે આ મામલે અત્યાર સુધી કોઇ ધરપકડ કરી નથી. મિશિગન અને ડેટ્રોઈટની પોલીસ આ મામલે સંયુક્ત રીતે તપાસ કરી રહી છે.
ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી ડેટ્રોઈડ પોલીસે જણાવ્યુ હતું કે હાલમાં આ મામલે ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે અને તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈ રહી છે. અઠવાડિયાના અંત સુધીમાં તેના વિશે રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. આ સાથે વધતી જતી ફાયરિંગની ઘટનાઓને પગલે ડેટ્રોઈડ પોલીસ ડિપાર્ટમેન્ટ આ પ્રકારની બ્લૉક પાર્ટીઓ મામલે એક નવી રણનીતિ તૈયાર કરવા પર કામ કરી રહી છે અને આવતીકાલે તે મેયરની સાથે એક બ્રીફિંગ દરમિયાન તેના વિશે ચોક્કસ માહિતી રજૂ કરશે.
Reporter: News Plus