News Portal...

Breaking News :

મુખ્યમંત્રી શિંદેની પાર્ટી શિવસેનાના નેતાના પુત્રએ હિટ એન્ડ રન સર્જ્યો

2024-07-08 10:03:06
મુખ્યમંત્રી શિંદેની પાર્ટી શિવસેનાના નેતાના પુત્રએ હિટ એન્ડ રન સર્જ્યો


મુંબઈના વરલીમાં રવિવારે સવારે સ્કૂટી પર સવાર કપલને પુરપાટ ઝડપે એક BMWએ ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડ્રાઈવરે ઘટના સ્થળેથી ભાગી જતા વખતે આરોપીએ 45 વર્ષની મહિલાને કારમાં 100 મીટર સુધી ઢસડી હતી, જેના કારણે તેનું મોત થયું. મહિલાનો પતિ ઘાયલ છે.


પોલીસે જણાવ્યું કે વરલીના કોલીવાડા વિસ્તારમાં રહેતા પ્રદીપ નખ્વા અને તેની પત્ની કાવેરી નખ્વા માછીમાર સમુદાયના છે. બંને દરરોજ સસૂન ડોક પર માછલી ખરીદવા જતાં હતાં. રોજની જેમ સાસુન ડોક પરથી પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયાન, સવારે 5:30 વાગ્યે એટ્રિયા મોલ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતી એક BMWએ તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર પલટી ગયું અને બંને પતિ-પત્ની કારના બોનેટ પર પડ્યાં હતાં.પોતાને બચાવવાના પ્રયાસમાં પતિ તરત જ બોનેટ પરથી કૂદી ગયો, પરંતુ પત્ની ઊભી ન થઈ શકી. ભાગી જવાની ઉતાવળમાં આરોપીએ મહિલાને કચડી નાખી અને કાર સાથે લગભગ 100 મીટર સુધી ઢસડી ગયો.


આ પછી આરોપી મિહિર અને તેનો ડ્રાઈવર કાર લઈને ભાગી ગયા હતા. ઘાયલ મહિલાને મુંબઈ સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થયું હતું. પતિ હાલ સારવાર હેઠળ છે.મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા રાજેશ શાહનો 24 વર્ષીય પુત્ર મિહિર શાહ ચલાવી રહ્યો હતો. ડ્રાઈવર પણ તેની સાથે હતો. ઘટના બાદથી મિહિર ફરાર છે. પોલીસે રાજેશ શાહ અને ડ્રાઈવરની અટકાયત કરી છે. કાર પણ જપ્ત કરવામાં આવી છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું, 'કાયદો પોતાનો માર્ગ અપનાવશે, કાયદો દરેક માટે સમાન છે. મેં પોલીસ સાથે વાત કરી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Reporter: News Plus

Related Post