News Portal...

Breaking News :

નવસારીમાં 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

2025-04-13 15:18:21
નવસારીમાં 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર


નવસારી : ગુજરાતના નવસારીમાં 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. હનુમાન જયંતિના દિવસે પ્રસાદ ખાધા બાદ તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, ફૂડ વિભાગ દ્વારા પ્રસાદના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 



શું હતી ઘટના? 
મળતી માહિતી મુજબ, નવસારીના મટવાડા અને સામાપોર ગામે 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. હનુમાન જયંતિના દિવસે સામાપર અને મટવાડા ગામે ભેગા મળીને ભંડારાનું આયોજન કર્યું હતું. જ્યાં તમામ લોકોએ બજરંગબલીના દર્શન બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો.


પ્રસાદ ખાધા બાદ શનિવારે (12 એપ્રિલ) મોડી રાતથી 100થી વધુ લોકોને ઝાડા-ઉલટી તેમજ માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ હતી. જ્યાં ફૂડપોઇઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, કોઈ દર્દીને ગંભીર અસર ન થતાં તમામને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

Reporter: admin

Related Post