વડોદરા : યાત્રાધામ ચાંદોદ-નવામાંડવા સ્થિત શ્રીચિંતાહરણ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી નારાયણચરણદાસ સ્વામીજીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતીની ભક્તિ સભર ઉજવણી કરાઈ હતી.

ચૈત્રી સુદ પૂર્ણિમા ને શનિવાર ના દિને હનુમાન જયંતી ના પાવન અવસર નો સંયોગ રચાયો હોય યાત્રાધામ ચાંદોદ-નવા માંડવા વ્રજભૂમિ આશ્રમમાં સ્થાપિત ચિંતાહરણ હનુમાનજી મંદિરે ભક્તિ ભજન યજ્ઞ અન્નકૂટ દિવ્ય આરતી અને મહાપ્રસાદી ના ધાર્મિક કાર્યક્રમ સાથે અંજનીસુત પવનપુત્ર હનુમાનજી મહારાજનો દિવ્ય અવતરણ મહોત્સવ ઉજવાયો હતો પ્રકૃતિ દત્ત વાતાવરણમાં સ્થપાયેલા શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીના પાવન દિને આયોજિત ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ચાંદોદ પંથક તેમજ દૂર દૂરથી ભાવિકો પધાર્યા હતા સત્સંગ કીર્તન દરમિયાન શાસ્ત્રી નારાયણચરણદાસ સ્વામી એ પોતાની દિવ્ય વાણીમાં ભગવાન રામના અનન્ય ભક્ત અને અપ્રતિમ શક્તિના પ્રતીક સમાન હનુમાનજી મહારાજની ભક્તિના ગુણગાન તેમજ પરાક્રમની ગાથા રજૂ કરતા હનુમાનજી મહારાજ નું જીવન દરેક વ્યક્તિને સેવક બનીને રહેવાની શીખ આપે છે.

માં જાનકીજી એ જેને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા નું વરદાન આપ્યું હોય તેવા હનુમાનજી મહારાજ ના જાપ અને આરાધના કરવાથી ભક્તજન કષ્ટોથી દૂર રહી હંમેશ માટે કાયિક વાચિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે છે નું ઉમેરી ભાવિક ભક્તોને નિરંતર હનુમાનજીની ભક્તિ કરવા અનુરોધ કર્યો હતો સ્વામી વિવેક સાગરજી, તેમજ ઋષિસ્વામીજી ના માર્ગદર્શન હેઠળ આશ્રમના બાળકો અને ભાવિકો દ્વારા સિદ્ધેશ્વર મહાદેવ અને ચિંતાહરણ હનુમાનજી મંદિરને પુષ્પ, ફળ,ફ્રૂટ,સુકામેવા સહિતની અવનવી સામગ્રી દ્વારા સુશોભિત કરાયા હતા.


Reporter: admin