News Portal...

Breaking News :

ચોમાસામાં સરિસૃપ જીવો હવે શહેરમાં દેખાવવાના શરૂ: માંજલપુરમાં સૂર્યદર્શન ફાટક પાસે રોડ પરથી કોબ્રાનુ રેસ્કયુ

2024-07-13 10:09:03
ચોમાસામાં સરિસૃપ જીવો હવે શહેરમાં દેખાવવાના શરૂ: માંજલપુરમાં સૂર્યદર્શન ફાટક પાસે રોડ પરથી કોબ્રાનુ રેસ્કયુ


શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂર્ય દર્શન ફાટક પાસે એક કોબ્રા સાપ એક કલાક સુધી રોડ વચ્ચે બેઠેલો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમી સંસ્થાના વૉલએન્ટિયર્સ દ્વારા જહેમત બાદ રેસ્કયુ કરવામાં આવ્યું હતું.


સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પ્રથમ વરસાદ બાદ જમીનમાં બફારો, ઉકળાટ થતાં સરિસૃપ જીવો કે જે જમીનમાં દર બનાવીને રહેતા હોય છે તે તથા જળચર જીવો પાણી ભરાતા બહાર નીકળી આવે છે. શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ચોમાસાની સીઝનમાં મગર તો બીજી તરફ ઝેરી તથા બિનઝેરી પ્રકારના સાપ, કોબ્રા,વીંછી, મોનિટર લિઝાર્ડ જેવા જીવો રહેણાંક વિસ્તારોમાં આવી ચઢતા હોય છે 


ત્યારે ગુરુવારે રાત્રે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સૂર્ય દર્શન ફાટક પાસે રોડની વચ્ચે એક ઝેરી કોબ્રા બેસી જતાં અહીંથી પસાર થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એકાદ કલાક સુધી રોડ વચ્ચે કોબરાની બેઠક થી રસ્તે પસાર થતા લોકો અટકી ગયા હતા. બનાવની જાણ જીવદયા પ્રેમી સંસ્થાને થતાં સંસ્થાના કાર્યકરોએ આવી થોડીક જહેમત બાદ આ ઝેરી કોબ્રાનુ રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Reporter: News Plus

Related Post