News Portal...

Breaking News :

ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી વલસાડ, નવસારી, સુરતમાંમાં હળવો વરસાદ થયો

2024-06-06 11:26:40
ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી   વલસાડ, નવસારી, સુરતમાંમાં હળવો વરસાદ થયો


દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી 


ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી કરી છ.ગુજરાતમાં હાલ પ્રી મોન્સૂનનો વરસાદ થઇ રહ્યો છે. રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસાની પ્રવેશની સામાન્ય તારીખ છે, તેના સંદર્ભે પણ આ વરસાદ છે. બુધવારે રાજ્યમાં વલસાડ, નવસારી, સુરતમાંમાં હળવો વરસાદ થયો હતો.આ સાથે શુક્રવારે સાતમી તારીખે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે.મુંબઈમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં  કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. સાયનમાં 30 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે, પરંતુ મુંબઈના ઘણા ભાગો હજુ પણ પ્રિ-મોન્સૂન વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાતોના અનુસાર પ્રિ-મોન્સુન એક્ટિવિટીઝ ટૂંક સમયમાં વધશે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાશે. હાલ મુંબઈમાં લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાના અહેવાલ છે.


મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે. પરંતુ મુંબઈ માટે આજનો દિવસ રાહતનો છે. નવી મુંબઈ સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને છેલ્લા કેટલાક સમયથી આકરી ગરમી અને ભેજમાંથી થોડી રાહત મળી છે. દેશમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ પ્રી-મોન્સુન વરસાદે રવિવારે મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. ચોમાસું ગોવા પહોંચી ગયું છે અને 10 જૂન સુધીમાં મુંબઈ પહોંચી જશે.આગામી 8 અને 9 જૂનના રોજ કોંકણ, ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે 9 જૂને મધ્ય મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

Reporter: News Plus

Related Post