વડોદરા : ફિલ્મી જગતના ખૂબ જ પ્રસિદ્ધ પ્લેબેક સિંગર મોહમ્મદ રફી ના ૧૦૦મો જન્મદિવસના ઉપલક્ષમાં વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સના હેમંત માલી દ્વારા કમાટીબાગ સ્થિત એમપી થિયેટર ખાતે વડોદરાના ખૂબ જ પ્રસિદ્ધ કલાકારો સાથે મહમદ રફી સાહેબના જન્મદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દી સિનેમા જગતના મહાનગાયક મહમદ રફી સાહેબનો 24 ડિસેમ્બર 2024 ના રોજ 100 મો જન્મદિવસ ઉજવાઈ ગયો, તેમની પ્લે બેક સિંગર તરીકેની સફરમાં રફી સાહેબે 4,425 હિન્દી ફિલ્મી ગીતો ગાયા હતા, ગુજરાતી સાહિત્યની અન્ય ભાષાની ફિલ્મો માટે 310 ગીતો ગાયા જ્યારે 328 નોન ફિલ્મી ગીતો ગઝલ ગાયા હતા, ગીતો ગઝલ દેશભક્તિ સોંગ સેડ સોગસ, રોમેન્ટિક સોંગ, કવ્વાલી, ભજનો શાસ્ત્રીય ગાયનો ના ગીતો તેઓ સરળતાથી ગાતા હતા એમના દેહાંત 1980 સુધી પૂરા 36 વર્ષ સુધી સાતત્ય પૂર્વક ચાલતી રહી હિન્દી ફિલ્મોમાં 4425 અને અન્ય ભાષા કે નોન ફિલ્મ માં 638 એમ કુલ મળીને 5063 રચનાઓને રફી સાહેબે પોતાનો અવાજ આપ્યો હતો જેમાં સૌથી વધુ તેઓએ શમ્મી કપૂર માટે 190 ગીતો અને ત્યાર પછી જોની વોકર માટે 155 ગીતો ગાયા હતા.
આ ઉપરાંત કિશોરકુમાર જેવા દિગજ ગાયકને પણ રફી સાહેબે બે ફિલ્મો શરારત અને રાગિણીમાં પોતાનો કંઠ આપ્યો હતો. તેમજ સૌથી વધુ આશા ભોંસલે સાથે 796 ગીતો અને ત્યારબાદ લતા મંગેશકર સાથે 411 ગીતો ગાયા હતા, ત્યારે મોહમ્મદ રફીના સોમા જન્મદિવસ પર કમાટી બાગ ખાતે એમ.પી. થિયેટર ખાતે મહમદ રફી સાહેબ ના ગીતો ની પ્રસ્તુતિ હેમંત માલી, મહેમુદ હસન,ચેતના શહાણે, અનિલ સિંધી, વૃંદા ખરાડી એન્જલ યાદવ લવ કુમાર ઠક્કર દ્વારા વિવિધ સોંગ ગાઇ ત્યાં ઉપસ્થિત સૌ દર્શકોના મન મોહી લીધા હતા મ્યુઝિક દિલીપ રાવલ દ્વારા આપવામાં આવ્યું હતુંમુખ્ય મહેમાન તરીકે વડોદરાના મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.અને તેઓ દ્વારા પણ સોંગ ગાઇ ઉપસ્થિત સૌ લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા.
Reporter: admin