News Portal...

Breaking News :

મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને લોકો પાસેથી 35 લાખ કરોડ રૂપિયા લૂંટ્યા: કોંગ્રેસ

2024-09-16 18:03:41
મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને લોકો પાસેથી 35 લાખ કરોડ રૂપિયા લૂંટ્યા: કોંગ્રેસ


નવી દિલ્હી : ક્રૂડ ઓઈલની કિંમતો 32.5 ટકા ઘટી છે પરંતુ ભાજપની ઈંધણ લૂંટ ચાલુ છે. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે, ત્યાં ભાજપ હારશે. 


10 વર્ષ અને 100 દિવસોમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને લોકો પાસેથી 35 લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ભારે ટેક્સ લગાવીને લોકોને લૂંટ્યા છે.16 મે 2014એ ક્રૂડ ઓઈલની કિંમત 107.49 ડોલર પ્રતિ બેરલ હતી. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલની કિંમત 71.51 રૂપિયા અને ડીઝલની કિંમત 57.28 રૂપિયા હતી. 16 સપ્ટેમ્બર 2024એ ક્રૂડ ઓઈલની કિંમત 72.48 ડોલર હતી પરંતુ પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા હતી. 


આ રીતે વર્તમાન ક્રૂડ ઓઈલની કિંમતો અનુસાર પેટ્રોલની કિંમત 48.27 રૂપિયા અને ડીઝલની કિંમત 69 રૂપિયા હોવી જોઈએ પરંતુ 10 વર્ષ અને 100 દિવસોમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને લોકો પાસેથી 35 લાખ કરોડ રૂપિયા લૂંટ્યા છે.કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ટ્રેન દુર્ઘટનાઓ મુદ્દે રેલવે મંત્રાલય પર નિશાન સાધતાં કહ્યું કે 100 દિવસમાં 38 ટ્રેન દુર્ઘટનાઓ થઈ છે, જેમાં 21 મોત થયા છે અને રેલવે મંત્રી નિર્લજ્જતાથી કહે છે કે આ નાની-નાની ઘટનાઓ છે. દરરોજ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ બને છે. આ મોદીજીનો વિકાસ છે. મોદી સરકારના શરૂઆતી 100 દિવસોમાં સરકાર દરેક મુદ્દે નિષ્ફળ રહી છે. આ 100 દિવસ આ દેશની સંસ્થાઓ પર ખૂબ ભારે પડ્યાં છે. આ 100 દિવસોમાં જાણ થઈ છે કે નરેન્દ્ર મોદીની પાસે આ દેશની સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી.

Reporter: admin

Related Post