News Portal...

Breaking News :

સારા ફાઉન્ડેશન દ્વારા સશક્ત નારી, સશક્ત રાષ્ટ્રના શીર્ષક હેઠળ આધુનિક શેરી ગરબા ૨૦૨૪નું આયોજન

2024-09-19 16:41:34
સારા ફાઉન્ડેશન દ્વારા સશક્ત નારી, સશક્ત રાષ્ટ્રના શીર્ષક હેઠળ આધુનિક શેરી ગરબા ૨૦૨૪નું આયોજન


વડોદરા : મારી દીકરી મારા આંગણેના વિચાર સાથે સારા ફાઉન્ડેશન દ્વારા સનફાર્મા રોડ ખાતે છેલ્લાં સાત વર્ષથી શેરી ગરબાનું આધુનિકરણ કરીને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. 


જે અંતર્ગત આ વર્ષે સશક્ત નારી, સશક્ત રાષ્ટ્રના શીર્ષક હેઠળ ગરબાનું આયોજન કરાશે.જેના ખાતમુર્હુત પ્રસંગે માહિતી આપતા સારા ફાઉન્ડેશનના પ્રમુખ અનિલસિંહ ચૌહાણ અને ઉપ પ્રમુખ મિતેષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, સનફાર્મા રોડની ૧૪૦ થી વધારે સોસાયટીઓના સમૂહ દ્વારા વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જેમાની મુખ્ય ગણાય તેવી પ્રવૃત્તિ છે માં જગદંબાની આરાધના છે. આ વર્ષે સશક્ત નારી, સશક્ત રાષ્ટ્રના શીર્ષક હેઠળ ગરબા યોજાશે. 


આ હેઠળ સારા ફાઉન્ડેશન અને પરમહંસ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા, શાસ્ત્રી પોળના સંયુક્ત ઉપક્રમે  ૧૦૦૦ થી વધારે દીકરીઓને ૧૫ દિવસની ખાસ જુડો અને કુસ્તીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. દેશમાં દીકરીઓ ઉપર અમાનુષી વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે શહેરની દીકરીઓને સશક્ત કરવાના પ્રયાસ માટે અમે આ બીડું ઉપાડ્યું છે. આ સાથે સ્વ-રાગ મ્યૂઝિક ગ્રૂપના જયરાજ જોષી, લિપી રાઠોડ અને સરસ્વતી દુધરેજીયાના મધુર કંઠે દીકરીઓ સુરક્ષિત ગરબા રમી શકે તેવું આયોજન પણ કરાયું છે.

Reporter: admin

Related Post