મુંબઈ: વર્ષ 2002 માં રિલિઝ થયેલા 'કાંટા લગા' મ્યુઝિક આલ્બમથી ચર્ચા માં આવેલી અને પ્રસિદ્ધ થયેલી મોડેલ - અભિનેત્રી શેફાલી ઝરીવાલાનું શુક્રવારની મોડી રાત્રે મુંબઈ ખાતે નિધન થયું. તેની ઉમર 42 વર્ષની હતી.
તેને રાત્રે ઘરમાં જ કાર્ડિએક એરેસ્ટ આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે.શેફાલીને અંધેરી (વેસ્ટ) માં સ્ટાર બજારની સામે બેલેવ્યુ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવી હતી.
શેફાલીનો જન્મ ૧૫ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ અમદાવાદ, ખાતે થયો હતો. તેણે જમનાબાઈ નરસી સ્કૂલમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. ડિગ્રી મેળવી હતી.
Reporter: admin