દાહોદ શહેર માં આજે રથયાત્રા સમિતિ દ્રારા આયોજિત 17 મી ભગવાન જગન્નાથ ની રથયાત્રા માં હનુમાન બજાર સ્થિત રણછોડરાય મંદિર ખાતે થી સાંસદ જશવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે સહિત ના મહાનુભાવો એ ભગવાન જગન્નાથ ની આરતી ઉતારી પાહિન્દ વિધિ કરી રથ ને રસ્સી થી ખેચી યાત્રા નો પ્રારંભ કરાવ્યો હતો
રથયાત્રા માં આદિવાસી નૃત્ય, સીદી નૃત્ય, વર્લ્ડકપ, રાધાકૃષ્ણ , રામચંદ્ર ભગવાન સહિત ની 26 જેટલી ઝાંખીઓ એ આકર્ષણ જમાવ્યું હતું કરાટે ચેમ્પિયનો દ્રારા વિવિધ કરાટે ના કરતબો થી મંત્રમુગ્ધ કરી દીધા હતા
ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા એ નીકળતા શહેરીજનોએ પુષ્પગુચ્છ થી સ્વાગત કરી ઘરઆંગણે પધારેલા ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શહેર ના માર્ગો જય જગન્નાથ ના જયઘોષ થી ગુંજી ઉઠ્યા હતા
Reporter: News Plus