News Portal...

Breaking News :

કરણેટમાં ગેરકાયદે ખનનમાં ડભોઈ પાલિકા પ્રમુખની બે ટ્રક ઝડપાયા બાદ ખાણ ખનીજ વિભાગનું પંચનામું

2024-12-11 12:04:40
કરણેટમાં ગેરકાયદે ખનનમાં ડભોઈ પાલિકા પ્રમુખની બે ટ્રક ઝડપાયા બાદ ખાણ ખનીજ વિભાગનું પંચનામું


ડભોઇ:  નગરને પીવાનું નું પાણી પૂરું પાડતી ડભોઇ નગર પાલિકાની વોટર વકર્સ યોજના નગરથી આઠ કિલોમીટરના અંતરે આવેલા કરણેટ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં આવેલી છે. 


જે પ્રતિબંધિત વિસ્તાર છે. જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી રાત-દિવસ ગેરકાયદે ખનન થતું હોવાની જાણ કોંગ્રેસના કોર્પોરેટર અજય રાઠવાને થતાં રાત્રે તે ગેરકાયદે ખનન થતી જગ્યા પર પહોંચ્યા યુ હતું. ત્યાં જ 100 નંબર ડાયલ કરી પોલીસ બોલાવી અજય રાઠવાએ જગા ટ્રકો ગેરકાયદે રેતી વહન કરતી ઝડપીને પોલીસને સુપ્રત કરી હતી. જે પૈકી બે ટ્રક નગર પાલિકા પ્રમુખ બિરેન શાહની જ નીકળી હતી. જેને લઈને રાજકારણ ગરમાયું હતું. 


પોલીસે આ ત્રણો ટકો ડિટેઈન કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને પત્ર લખ્યો હતી. તેના આધારે તેની ટીમે મંગળવારે પ્રતિબંધિત વિસ્તારમાંથી થયેલ ખોદકામ કેટલા પ્રમાણમાં થયું છે. નીતિ નિયમો અનુસાર થયું કેમ તેની ચકાસણી માટે ખોદકામ થયેલ વિસ્તારની માપણી કરી સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કર્યું હતું. હવે આ બાબતે સામ અધિકારીને આ રિપોર્ટ સોંપતાં તે કેટલો દંડ કટકારે છે તે તો આગામી દિવસોમાં ખબર પડશે.

Reporter: admin

Related Post