મેરઠ : કોમેડિયન મુસ્તાક ખાનનું મેરઠ-દિલ્હી હાઈવે પરથી અપહરણ કરવામાં આવ્યું હતું.
આ ઘટના અભિનેતા સાથે 20મી નવેમ્બરે બની હતી. હાલમાં જ મુશ્તાકના બિઝનેસ પાર્ટનરે આ સમગ્ર ઘટનાનો વિગતવાર ખુલાસો કરતાં કહ્યું હતું કે અપહરણકારોએ તેને 12 કલાક સુધી ટોર્ચર કર્યો હતો, પરંતુ હવે તે ઠીક છે.ઘણી ફિલ્મોમાં પોતાની કોમેડીથી દર્શકોમાં ઓળખ મેળવનાર કોમેડિયન મુસ્તાક ખાનનું મેરઠ-દિલ્હી હાઈવે પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. 20 નવેમ્બરના રોજ મુસ્તાક ખાન એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમની સાથે આ ઘટના બની હતી. અભિનેતાના બિઝનેસ પાર્ટનર શિવમ યાદવે ‘ઈન્ડિયા ટુડે ડિજિટલ’ને જણાવ્યું હતું કે, ‘‘અભિનેતાને ખોટા વાહનમાં બેસાડીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.’’મુસ્તાક ખાનને દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફ્લાઈટ ટિકિટ અને એડવાન્સ પેમેન્ટ આપવામાં આવ્યું હતું. જો કે, દિલ્હી પહોંચતાની સાથે જ તેમને કારમાં બિજનૌર નજીકના નિર્જન વિસ્તારમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને લગભગ 12 કલાક સુધી કિડનેપર્સે બંધક બનાવી રાખ્યા હતા. અભિનેતાના બિઝનેસ પાર્ટનરના જણાવ્યા અનુસાર, કિડનેપર્સે તેને 12 કલાક સુધી ટોર્ચર કર્યા અને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી. આ બધું હોવા છતાં, તે અભિનેતા અને તેના પુત્રના ખાતામાંથી માત્ર 2 લાખ રૂપિયા જ વસૂલવામાં સફળ રહ્યાં હતા.શિવમના કહેવા પ્રમાણે, ‘સવારની અઝાન સાંભળીને મુશ્તાક ખાન ભાગવામાં સફળ રહ્યાં હતા.
અઝાનના અવાજથી તેમને ખ્યાલ આવ્યો કે નજીકમાં એક મસ્જિદ છે. અભિનેતાએ તકનો લાભ ઉઠાવ્યો અને ત્યાંથી ભાગી ગયા અને લોકોની મદદથી કિડનેપર્સના ચુંગાલમાંથી ભાગવામાં સફળ રહ્યાં. પોલીસની મદદથી કોમેડિયન સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચવામાં સફળ રહ્યાં હતા.’મુસ્તાક ખાનના બિઝનેસ પાર્ટનર શિવમ આગળ કહે છે, ‘મુસ્તાક સર અને તેમનો પરિવાર આ અકસ્માતથી ખૂબ જ હચમચી ગયો હતો. તેમને નક્કી કર્યું હતું કે, એકવાર તે આ આઘાતમાંથી બહાર આવશે, તે ચોક્કસપણે એફઆઈઆર નોંધાવશે. હું ગઈ કાલે બિજનૌર ગયો અને એફઆઈઆર નોંધાવી. અમારી પાસે ફ્લાઇટ ટિકિટ, બેંક એકાઉન્ટ અને એરપોર્ટના સીસીટીવી ફૂટેજ છે. તેઓ એ ઘરને પણ ઓળખી શકે છે જ્યાં તેમને રાખવામાં આવ્યા હતા.’ઉલ્લેખનીય છે કે કોમેડિયન સુનીલ પાલના ગુમ થવાના સમાચાર આવ્યાના થોડા દિવસો બાદ જ મુસ્તાક ખાનના અપહરણની ઘટના સામે આવી છે. સુનીલ પાલે એવું પણ કહ્યું હતું કે તે એક ઈવેન્ટ માટે દિલ્હી આવ્યો હતો અને તેનું પણ દિલ્હી-મેરઠ હાઈવે પરથી અપહરણ કરવામાં આવ્યું હતું.
Reporter: admin







