વડોદરા કોર્પોરેશનમાં મહિલા કાઉન્સિલરોનાં રેસ્ટ રૂમમાં શુટીંગ કરવાનાં મુદ્દે ફરિયાદ થતા રીજનલ ચેનલ મિડીયાને એક મહિના માટે પાલિકામાં પ્રવેશ ઉપર બંધીની જાહેરાત મેયરે ભરસભામાં કરી !! હવેથી અધિકારીઓ વ્યક્તિગત મિડીયાને કોઈ માહિતી નહી આપી નહી શકે અને પીઆરઓ મારફતે માહિતી મેળવવાની રહેશે.

પાલિકાની ચુંટણી પહેલા મીની ઈમરજન્સી જાહેર !! આડકતરી રીતે મિડીયા ઉપર તરાપ મારવાનો પ્રયત્ન થયો છે. પાલિકાનાં ઈતિહાસમાં કદી કોઈ હોદ્દેદારે મિડીયાની વિરુદ્ધમાં આવો આકરો નિર્ણય લીધો નથી. શાસક પક્ષ વિરુદ્ધનાં સમાચાર હોદ્દેદારો સ્વીકારી શકતા નથી. આખરે તમરી ઉતરતા સમાધાનની ફોર્મ્યુલા ગોઠવાઈ જેથી મહિલા કાઉન્સિલરોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો. ત્યારબાદ મેયરની ચેમ્બરમાં મહિલા કાઉન્સિલરોનો મેળાવડો જામ્યો હતો. ફરિયાદી પૂર્વ વિરોધ પક્ષનાં મહિલા નેતા,આક્ષેપિત પણ મહિલા,નિર્ણય લેનારા પણ મહિલા મેયર.જોઈએ મહિલા મોરચો કઈ દિશામાં જાય છે. આ અજાયબી જાહેરાતનાં પગલે પાલિકાનાં સંકુલમાં અને મિડીયા સર્કલમાં હલચલ મચી ગઈ છે.મેયર પીંકી સોનીએ આગળ- પાછળનો ગુસ્સો મિડીયા ઉપર ઉતાર્યો છે.પોતે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે તેવા નથી.કોઈ નેતા ગાઈડ કરી રહ્યાં છે.એમને ઈશારે આ જાહેરાત કરાઈ છે.સમાધાન પણ તેમના ઈશારે જ થયું. સભામાં કરેલી આ જાહેરાતને પગલે કેટલાક કાઉન્સિલરોએ પાટલી થપ થપાવીને મેયરના નિવેદનને સમર્થન આપ્યું હતું. મ્યુ.કમિશ્નર અને ડે.મેયરની પણ હાજરી હતી. હાલમાં ભલે સમાધાન થયું હોય પરંતુ મિડીયા સાથે પંગો લઈને કંઈ બહાદુરીનું કામ નથી કર્યું. આ મીડિયા રિપોર્ટર રેસ્ટ રુમમાં ગઇ હતી પણ તેને કંઇક શંકા ગઇ હતી. પણ આખરે તે પણ એક મહિવલા જ હતી.

જો કે તેણે દરવાજો ખટખટાવીને જવું જોઇએ. જો એક મીડિયાએ આવું કર્યું તો તમે બધા મીડિયા પર આરોપો કેમ લગાવો છો મેયર ઉવાચ....સભામાં મેયર પીંકી સોનીએ કહ્યું કે સાથી પક્ષના પૂર્વ નેતાએ વાત કરી. આપ સૌ મહિલા સભાસદોએ પણ રજૂઆત કરી છે. ચોક્કસ એક મહિલા હોય અને એક મહિલા તરીકે તેનું માન અને મર્યાદાને સાચવવી તે પ્રત્યેક વ્યક્તિની ફરજ બનતી હોય ત્યારે કોર્પોરેશનના મહિલા રુમમાં રીજનલ ચેનલના રિપોર્ટર અને કેમેરામેને પ્રવેશ કર્યો હોય તો આ અનઓફિશ્યલી એન્ટ્રી ના કરવી જોઇએ જેથી રીજનલ ચેનલ મિડીયાને 1 મહિના માટે વડોદરા મહાનગરપાલિકામાં પ્રવેશ માટે મનાઇ ફરમાવામાં આવે છે. સાથે બધાજ મીડીયાને વડોદરા મહાનગરપાલિકાના પીઆરઓ સાથે લાયઝનીંગમાં રહી જવું કે ના જવું તેની બેઠક કરવી જોઇએ. સાથે સાથે ચૂંટાયેલી પાંખ અને વહિવટપાંખ બધા જ મીડીયા સાથે બેસી બેઠક કરાશે અને કોઇપણ સભાસદ કે અધિકારીની માન મર્યાદાનો ભંગ ના થાય તે મુજબની બેઠક કરી તેની ચર્ચા વિચારણા કરી અને સૌ મિડીયા સહકાર આપશે તેવી ખાતરી છે. કોઇની પણ પ્રાઇવેસી ભંગ થાય તે ચલાવી લેવામાં આવશે નહી. જરુર પડે રજૂઆત કરવામાં આવશે અને જે પણ કડકમાં નિર્ણય લેવો પડે તો નિર્ણય અમારે લેવો પડશે. મહિલા સભાસદો અને સૌ સભાસદોને લાંબી ચર્ચા દરમિયાન નેચર કોલ માટે જવું પડતું હોય છે. એક જ સમયે ચારથી પાંચ ત્યાં ભેગા થયા હોય ત્યારે મીડીયા મિત્રો પણ સમજો કે કોઇની પ્રાઇવેસી ભંગ ના થવી જોઇએ અને પ્રાઇવેસીમાં પ્રવેશ ના કરવો જોઇએ. અમારા સૌ સભાસદો સમાચાર આપીને મહિલાની પ્રાઇવેસી સાથે કોઇ પણ કોમ્પ્રોમાઇઝ ચાલશે નહી.મીડિયા સાથે સિક્યોરિટીએ કરી ધક્કામુક્કી સભામાંથી બહાર નિકળીને મેયર પીંકી સોની જઇ રહ્યા હતા ત્યારે મીડિયાએ તેમનો ઇન્ટરવ્યુ લેવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાં હાજર સિક્યોરિટી કર્મચારીઓએ ભાન ભુલીને મીડિયા કર્મીઓ સાથે ધક્કામુક્કી કરી હતી અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મેયર ત્યાં જ રોકાઇ ગયા હતા અને સિક્યોરિટી જે રીતે મીડિયા સાથે ધક્કામુક્કી કરીને ગેરવર્તન કરી રહી હતી તે તમાશો જોતા રહ્યા હતા અને ત્યારબાદ મેયર સિક્યોરિટીને સમજાવવાના બદલે ત્યાંથી પરત વળી ગયા હતા. સિક્યોરિટીના સ્ટાફે મીડિયાને રીતસર ધક્કે ચડાવ્યું હતું

Reporter: admin