વડોદરા :શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા મકાનમાં દારૂની મહેફિલ માણતા 6 યુવકો સહિત એક કિશોરને સીટી પોલીસે દારૂની બોટલ અને એનર્જી ડ્રિંક્સના કેન સાથે ઝડપી લીધા હતા.
સીટી પોલીસ મથકના પીઆઈ આર.બી.ચૌહાણે જણાવ્યું હતું કે, પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો.દરમિયાન પોલીસ કર્મચારી ભમરભાઈ કાળુભાઈને અને મિહિર ઝનુભાઈને બાતમી મળી હતી કે, યાકુતપુરા દાઉદ શહિદ ચોક સ્થિત કે.જી.સ્ટોરની બાજુમાં આવેલા મકાનમાં 6 યુવકો, એક મહિલા અને એક કિશોર દારૂની મહેફિલ માણી રહ્યાં છે.પોલીસે સ્થળ પર દરોડો પાડતા મહિલા સહિત 6 યુવક અને કિશોર ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની 1 ભરેલી બોટલ સહિત એનર્જી ડ્રિંક્સના ખાલી કેન અને દારૂની ખાલી બોટલ, 8 મોબાઈલ, રોકડા રૂા.4280 મળી કુલ રૂા.2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે દારૂની બોટલ અને એનર્જી ડ્રિંક્સના કેન સાથે ઝડપ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ
ફરદીન અફઝલ અહેમદ અન્સારી (રહે.ફતેગંજ)
વિપુલ દીપકભાઈ રાઠવા (રહે. સમા-સાવલી ન્યુ રોડ)
રાહુલ વજુભાઈ લકુમ (રહે. સમા)
વિશાલ નરવતસિંહ પરમાર (રહે. સમા-સાવલી ન્યુ રોડ)
સલામત કેરામત મોંડલ (રહે. યાકુતપુરા)
સની હરીશચંદ્ર યાદવ (રહે.છાણી રોડ)
મહિલા અને કિશોર વયનો બાળક
Reporter: admin