News Portal...

Breaking News :

ગેરેન્ટી સાથે રોગ મટાડવાની ખાતરી આપી લાખો રૂપિયા પડાવ્યા

2025-06-17 10:24:30
ગેરેન્ટી સાથે રોગ મટાડવાની ખાતરી આપી લાખો રૂપિયા પડાવ્યા


વડોદરા : શહેરમાં ગેરેન્ટી સાથે રોગ મટાડવાની ખાતરી આપી લાખો રૂપિયા પડાવી લેતા ઠગો દર્દીઓના ખિસ્સા હળવા કરી રહ્યા છે 



ત્યારે સમા વિસ્તારમાં રહેતા કેન્દ્ર સરકાર હસ્તકની કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આવી જ રીતે ૨૫.૪૩ લાખ ગુમાવતાં સમા પોલીસે કથિત ડોક્ટર વારીસ સામે ગુનો નોંધ્યો છે.સમા-સાવલી રોડ પર પાવર ગ્રીડ નિકેતનના એ-ટાવરમાં રહેતા અને પાવર ગ્રીડ નિકેતન કંપની(મુડેઠા, ડીસા)માં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌરવ રાઠોડ સાથે નવેમ્બર-૨૦૨૪ બાદ સારવારના નામે ઠગાઇ શરૂ થઇ હતી.પોલીસે કહ્યું છે કે,અધિકારીને સ્કીનનો રોગ હોવાથી કેટલાક ડોક્ટરો પાસે સારવાર કરાવી હતી. નવેમ્બર-૨૪માં પતિ-પત્ની એક કામ માટે નીકળ્યા ત્યારે એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને તમારા જેવી સ્કીનની મને તકલીફ હતી,પણ યુનાની સારવાર કરવાથી હવે કોઇ તકલીફ રહી નથી તેમ કહી ડો.વારીસનો નંબર આપ્યો હતો.દંપતીએ વારીસને ફોન કરતાં તે ત્રણ દિવસમાં જ ઘેર આવી ગયો હતો અને ફૂંકણીથી અધિકારીના શરીરમાંથી પિત્ત જેવો રસ અને એક કીડો કાઢ્યા હતા.તેણે ઘણા કીડા કાઢવા પડશે તેમ કહી એક કીડાની કિંમત રૃ.૩હજાર નક્કી કરી પહેલે દિવસે રૃ.૧.૫૦ લાખના કીડા કાઢ્યા હતા.પછી તેણે વધુ સારવારના નામે રૃ.૧૦.૫૦લાખ પડાવ્યા હતા અને ૩.૩૦લાખની દવા આપી હતી.


ફેર નહિ પડતાં વારીસે રાવપુરાની દુકાનેથી બીજી ૫.૨૧લાખની દવા અપાવી કુલ ૨૫.૪૩લાખ પડાવ્યા બાદ  સંપર્ક ઓછો કર્યો હતો અને દવા મંગાવવી હોય તો જાણ કરજો તેમ કહ્યું હતું.જેથી  અધિકારીની પત્નીએ સમા પોલીસને જાણ કરતાં ડીસીપી પન્ના મોમાયાએ પીઆઇ એમબી રાઠોડને તપાસ સોંપી હતી.પોલીસ વારીસની પૂછપરછ કરી રહી છે.અક્ષરચોકમાં ડો.સિદ્દીકીએ મહિલાના પગમાંથી પશ કાઢી 3.51 લાખ ખંખેર્યા હતા.અક્ષરચોક વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન વકીલ નિરંજનકુમાર ગઇ તા.૪-૧૧-૨૧ ના રોજ તેમના પત્ની સાથે અલકાપુરી હવેલીથી નીકળીને કાર તરફ જતા હતા ત્યારે નિતીન અગ્રવાલ નામના શખ્સે તેની માતા અને પત્નીને યુનાની સારવારથી હવે કોઇ તકલીફ રહી નથી તેમ કહી ડો.સિદ્દીકીનો નંબર આપ્યો હતો.પછી સિદ્દીકીએ ઘેર આવીને ઘૂંટણમાંથી પશ કાઢવા એક વખતના ૪ હજારનક્કી કરી ૮૯ વખત પશ કાઢ્યું હતું અને ડિસ્કાઉન્ટ સાથે ૩.૫૧લાખ લીધા હતા અને ત્યારબાદ મહિલાને કોઇ ફેર  નહિ પડતાં અને સિદ્દીકીએ પણ રિસ્પોન્સ નહિ આપતાં જેપીરોડ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

Reporter: admin

Related Post