News Portal...

Breaking News :

કરોડના બંગલા પાણીમાં ડૂબ્યા પણ પીવાના પાણીના ફાંફા

2024-09-03 12:58:58
કરોડના બંગલા પાણીમાં ડૂબ્યા પણ પીવાના પાણીના ફાંફા



વડોદરા : પોશ નટુભાઈ સર્કલ નજીકના નિવાસીઓની દયાજનક સ્થિતિ સર્જાઈ છે.દશ દિવસ થવા આવ્યા છે 


નટુ ભાઈ સર્કલ નજીક આવેલી કુબેર ધામ જેવી વૃંદાવન સોસાયટી અને પશાભાઈ પાર્કના નિવાસીઓની સ્થિતિના કહેવાય અને ના સહેવાય જેવી છે. આ વિસ્તારના વૈભવી મકાનો જોઈને સામાન્ય લોકોને ઈર્ષ્યા આવે કે કાશ ! મારું મકાન અહીં હોય.પણ અતિ વરસાદ અને અણઘડ વ્યવસ્થાઓને લીધે સર્જાયેલા જળ ભરાવને લીધે આ લોકોની હાલત ઝુંપડપટ્ટીના ઘરોથી બદતર થઈ ગઈ છે.અહીં ટોટલ ૧૧૬ ટાવરમાં લોકો બાળ બચ્ચા સાથે રહે છે. ભૂતકાળમાં ભારે વરસાદ થવા છતાં અહીં આટલી કરુણ પરિસ્થિતિ સર્જાઈ નથી.આજે દશ દિવસથી વીજળી નથી, પીવાનું પાણી આવતું નથી. અધૂરામાં પૂરું ગટરો ભરાઈ ગઈ છે.પાણી ગંધાઈ ઉઠ્યું છે. છોકરાઓ નું શિક્ષણ બગડે. 


કાશ્મીર માટે કહેવાય છે કે ધરતી પર જો ક્યાંય સ્વર્ગ હોય તો એ કાશ્મીરમાં છે.ત્યારે અહીંના નિવાસીઓ કહે છે કે અત્યારે તો પૃથ્વી પર જો ક્યાંય નર્ક હોય તો અમારી સોસાયટીમાં છે.સ્થિતિ એટલી બધી બગડી છે કે રોગચાળો બારણાં ખટખટાવી રહ્યો છે. જો કે અહીંના નિવાસીઓ એ મનપા ના દરવાજે મદદ માટે સતત દસ્તક દેવા છતાં કોઈ ફરક્યું નથી. સત્તા પક્ષ માટેની વફાદારી આ લોકોને લેખે લાગી નથી. આટઆટલા વર્ષોથી મત ભાજપના ખાતામાં ગીરવી મૂકવા છતાં વિકાસનું વ્યાજ મળવાનું તો ઠીક મુદ્દલ બચે એવી શક્યતા નથી.આ લોકોએ વાંચીને દયા આવે એવા વોટ્સેપ મેસેજ બધાને મોકલ્યા છે.લાગે છે કોઈને વાંચવાની ફુરસદ નથી.અને વાંચ્યા હોય તો મદદ કરવાની દાનત નથી.જેમને ભગવાન ગણ્યા એમના પરથી ભરોસો હવે ઉઠી ગયો છે.અને નગરના વહીવટદારો આજે સાગમટે ગાંધીનગરના પ્રવાસે છે. મોટા સાહેબોએ બોલાવ્યા છે. વડોદરામાં ફરીથી ઘનઘોર વાદળ છવાયા છે,વરસાદ પડી રહ્યો છે,આજવા હજુ જોઈએ તેટલું ખાલી થયું નથી.ફરીથી પુરનું જોખમ માથે તોળાય છે.

Reporter: admin

Related Post