બાડમેર: રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાવાસ ગામમાં સોમવારે ઇન્ડિયન એરફોર્સનું ફાઈટર પ્લેન મિગ-29 ક્રેશ થઇ ગયું.
પ્લેનમાં સવાર બંને પાઈલટોએ પોતાની જાતને ઇન્જેક્ટ કરવામાં સફળ રહ્યા હતા. પાયલોટની સૂઝબૂઝ અને સમયસુચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી, કારણ કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું ત્યાંથી થોડે દૂર રહેણાંક વિસ્તાર અને ઓઈલ ફિલ્ડ આવેલા છે. સદનસીબે પ્લેન રાજસ્થાનના સૌથી મોટા ઓઈલ ફિલ્ડ મંગલા પ્રોસેસિંગ ટર્મિનલથી થોડે દુર ક્રેશ થયું, જેના જાનહાની ટળી હતી.
આ ઘટનાની એરફોર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુષ્ટિ કરી છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર, મિગ 29 એ નિયમિત પરીક્ષણ માટે સોમવારે રાત્રે ઉતરલાઈ એરબેઝથી ટેક ઓફ કર્યું હતું. પરંતુ એક ટેકનિકલ ખામીના કારણે એરક્રાફટ કાબુની બહાર જતું રહ્યું હતું, જેના કારણે પાઈલટોને પ્લેન ઇન્જેક્ટ કરવામાં ફરજ પડી હતી.
Reporter: admin