News Portal...

Breaking News :

જો કોઇ વ્યક્તિ દોષિત હોય તો પણ તેનુ ઘર તોડી ના શકાય : સુપ્રીમ

2024-09-03 10:15:11
જો કોઇ વ્યક્તિ દોષિત હોય તો પણ તેનુ ઘર તોડી ના શકાય : સુપ્રીમ


નવી દિલ્હી : હાલ તમામ રાજ્યો બુલડોઝર ન્યાય કરવા લાગ્યા છે, જેને રોકવાની જરૂર છે. બાદમાં સુપ્રીમની બેંચે કહ્યું હતું કે અમે સમગ્ર દેશ માટે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરીશું. તમામ પક્ષકારોની પાસેથી સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન માટે અભિપ્રાયો માગ્યા છે. 


આ મામલે હવે ૧૭મી સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હીમાં આરોપીઓની સંપત્તિ ગેરકાયદે હોવાના દાવા સાથે બુલડોઝરથી તેને તોડી પાડવાના મામલાઓને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ થઇ છે.કોઇ આરોપી અપરાધમાં સામેલ છે માત્ર તેવા કારણોસર તેની સંપત્તિ તોડવામાં નથી આવી રહી. બાદમાં સુપ્રીમની બેંચે કહ્યું હતું કે જો તમે આ નિર્ણય લીધો હોય તો અમે તેને રેકોર્ડમાં લઇશું અને તમામ રાજ્યોને આ મામલે ગાઇડલાઇન પણ જાહેર કરીશું. 



અમે કોઇ પણ પ્રકારનું ગેરકાયદે દબાણ કરવાનું સમર્થન નથી કરી રહ્યા, રોડ પર કોઇ ધાર્મિક કાર્ય માટે બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું હોય તો તેને પણ નહીં ચલાવીએ. કેટલાક રાજ્યોમાં આરોપીઓની સંપત્તિ પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવાના મામલા સામે આવતા હોય છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે જો કોઇ વ્યક્તિ દોષિત હોય તો પણ તેનુ ઘર તોડી ના શકાય, કોઇ માત્ર આરોપી છે તેના આધારે તેનુ ઘર કેવી રીતે તોડી શકાય? જો તેને દોષિત ઠેરવવામાં આવ્યો હોય તો પણ કાયદા મુજબ જ કાર્યવાહી કરવાની હોય. આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે અમે ગેરકાયદે બાંધકામ કે દબાણ કરનારાઓનું રક્ષણ નથી કરી રહ્યા.

Reporter: admin

Related Post