News Portal...

Breaking News :

એન્ટાર્કટિક સમુદ્રી બરફ પીગળવાથી મોટા પ્રમાણમાં ફસાયેલો કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળી શકે

2025-10-13 11:42:27
એન્ટાર્કટિક સમુદ્રી બરફ પીગળવાથી મોટા પ્રમાણમાં ફસાયેલો કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળી શકે


નવી દિલ્હી: એક અભૂતપૂર્વ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિક સમુદ્રી બરફ પીગળવાથી મોટા પ્રમાણમાં ફસાયેલો કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળી શકે છે, જે અગાઉના અનુમાન કરતાં ઘણી ઝડપથી ગ્લોબલ વોમગને વેગ આપી શકે છે. 


આ તારણો સૂચવે છે કે એક મહત્વપૂર્ણ સમુદ્રી કાર્બન-ટ્રેપિંગ સિસ્ટમ - જે છેલ્લા હિમયુગના અંતમાં તૂટી પડી હતી તેવી જ સીસ્ટમ ફરીથી ડગમગી રહી છે. દક્ષિણ મહાસાગરમાં તાપમાન સતત વધી રહ્યું હોવાથી, ગ્રહ એક ખતરનાક ટિપિંગ પોઈન્ટ તરફ આગળ વધી રહ્યો છે જે તેના કુદરતી આબોહવા સંતુલનને બગાડશે.લગભગ ૧૭ હજાર વર્ષ પહેલાં હિમયુગના અંત સમયે, એન્ટાર્કટિક સમુદ્રી બરફ પીગળવાથી સદીઓથી સમુદ્રમાં કાર્બન ડાયોક્સાઈડને ઊંડે સુધી વહન કરનાર ગાઢ, બર્ફીલા પ્રવાહ એન્ટાર્કટિક બોટમ વોટરની રચના નબળી પડી ગઈ હતી. 


આ કાર્બન પંપ ધીમો પડવાથી વાતાવરણમાં વિશાળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થયું હતું જેના પરિણામે તાપમાનમાં નાટયાત્મક વધારો થતા માત્ર થોડા હજાર વર્ષોમાં હિમયુગ સમાપ્ત થઈ ગયો હતો જેને ભૂવૈજ્ઞાાનિક દ્રષ્ટિએ અત્યંત ઝડપી પરિવર્તન ગણી શકાય.હવે નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના હવામાન વિજ્ઞાની ચેન્ગફીહીની આગેવાની હેઠળના સંશોધકોએ આ ઐતિહાસીક પરિવર્તનના સગડ મેળવવા દરિયાઈ કાંપના રેડિયોકાર્બન ડેટિંગનો ઉપયોગ કર્યો છે. નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત તેમના અભ્યાસથી જાણકારી મળે છે કે એન્ટાર્કટિક તેમજ ઉત્તરી એટલાંટિક, બંને ઊંડા પાણીની સીસ્ટમો એકસાથે નબળી  પડી ગઈ જેના કારણે વિશાળ કાર્બન ભંડાર મુક્ત થયો જેનાથી ગ્લોબલ વોર્મિંગને વેગ મળ્યો.

Reporter: admin

Related Post