વડોદરા શહેરમાં અટલાદરા વિસ્તારમાં આવેલુ અક્ષર ચોક બ્રિજ નીચે ગંદકી સામ્રાજ્ય જોવા મળ્યું હતું.

ત્યારે વોર્ડ નં 12 પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા ગંદકીના સામ્રાજ્યને લઈને વડોદરા મહાનગરપાલિકા પર આંકડા પ્રહાર કર્યો હતા. વડોદરા મહાનગર પાલિકા સ્વચ્છતા અભિયાનને લઈને મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ બીજી તરફ અક્ષર ચોક બ્રિજ નીચે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું એ કેટલું યોગ્ય છે.

સ્વચ્છતા અભિયાનને લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું હતું. ત્યારે વડોદરા શહેરના અક્ષર ચોક બ્રીજ નીચે ગંદકીનો સામ્રાજ્ય જોવા મળતા અનેક સવાલ વડોદરા મહાનગરપાલિકા પર ઊભા થાય છે. આ સંદર્ભે વોર્ડ નંબર 12 ના કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોર મીડિયા સમક્ષ માહિતી આપી હતી



Reporter: admin







