તાજેતરમાં જ વડોદરામાં નવા નીમાયેલા મ્યુનિસિપલ કમિશનરનું બોગસ ફેસબુક સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે મ્યુ. કમિશનર અરુણ બાબુએ શહેર પોલીસમાં ફરિયાદ પણ કરી છે.

સાયબર ક્રિમિનલો જુદી-જુદી તરકીબો અજમાવીને ઠગાઈ કરવાનો પોતાનો કારસો અજમાવતા ફરે છે. આ અંગે કંઈક અંશે આવા સાયબર માફિયાઓને સફળતા મળે છે. છેલ્લા ઘણા સમયથી ભેજાબાજો અધિકારીઓના ફોટાનો ઉપયોગ કરીને ફેક એકાઉન્ટ બનાવી રહ્યા છે અને લોકો આ ફેક એકાઉન્ટને સાચુ માની લે તો પછી છેતરપીંડી આચરે છે. દરમિયાન વડોદરામાં તાજેતરમાં જ નવા નીમાયેલા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું ફેક એકાઉન્ટ સોશિયલ મીડિયામાં બન્યું છે.
જોકે આ બાબતે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ થયાની માહિતી તેમણે પોતે આપી હતી. તેમણે કહ્યું હતું કે મારું કોઇએ ફેક એકાઉન્ટ બનાવ્યું છે જેથી આ મામલે પોલીસને મે જાણ કરી છે.અત્રે યાદ આપવું જરૂરી છે કે અગાઉ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હોય કે ધારાસભ્ય કેયુર રોકડિયા હોય તે ઉપરાંત અનેક રાજકારણી અધિકારીઓના નામનો બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાનો પણ કારસો થયો છે. જે અંગે આવા ભેજાબાજો સામે પોલીસ ફરિયાદ પણ થતી રહી છે છતાં કોઈ ભેજાબાજ પકડાતો નથી.
Reporter: admin