કમિશનર તરવૈયા તૈયાર રાખશે અને ચેરમેન તરાપા પકડાવશે..
કમિશનર પણ માને છે કે પૂર આવશે જ અને તેમના બિનઅનુભવી સીએફઓ બચાવ અને રાહત કામ કરી જ નહી શકે
ચોમાસાના 3 મહિના 200 તરવૈયાની ભરતી કરવા કમિશનરની સ્થાયીમાં દરખાસ્ત
કોર્પોરેશન ભલે કરોડોનું આંધણ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ કરશે પણ વડોદરામાં પૂર નહીં જ આવે તેની કોઇ ખાતરી આપવા તૈયાર નથી. જુના કમિશનર રાણાજી પણ પેઇડ ઇન્ટરવ્યુમાં બોલ્યા હતા કે વડોદરામાં પૂર નહીં આવે તેની શક્યતા માત્ર 40 ટકા છે તો નવા કમિશનર પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગિરીનું પહેલીવાર નિરીક્ષણ કરીને બોલ્યા હતા કે આ વર્ષે વડોદરામાં પૂર ના આવે તે માટે પ્રાર્થના. આગામી ચોમાસામાં ફરી પૂર આવે તો શું કરવું તેની પૂર્વ તૈયારીઓ કોર્પોરેશન દ્વારા શરુ કરી દેવાઇ છે. કોર્પોરેશન માનીને ચાલે છે કે આ વખતે પણ માનવસર્જિત પુર આવી શકે છે. અને તેથી 3 મહિના માટે 200 તરવૈયાની નિમણૂક કરવાની કમિશનરની દરખાસ્ત સ્થાયીમાં આવી છે !! કમિશનરે કરેલી દરખાસ્તમાં જણાવાયું છે કે ચોમાસામાં ભારે વરસાદ તથા ઉપરવાસમાં છોડાતા પાણીના કારણે શહેરમાં પૂરની પરિસલ્થીતી સર્જાય છે અને તેથી રાહત અને બચાવની કામગિરી માટે ફાયર બ્રિગેડની મદદ અર્થે આ વર્ષે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ફક્ત 3 માસ માટે તાલીમબદ્ધ તરવૈયા રેસ્ક્યુયર વોલિન્ટીયરની ભરતી કરવાની છે.
આ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવાની કાર્યવાહી કરવાની છે જેથી આ બાબતની સ્થાયી સમિતીમાં દરખાસ્ત મુકવામાં આવી છે. એટલે કમિશનર પણ હવે ચોક્કસ માની રહ્યા છે કે વડોદરામાં પૂર આવવાનું છે અને તેથી આગોતરી તૈયારી કરવા માટે અત્યારથી જ 200 તરવૈયાઓને હંગામી ભરતી કરવાનું નક્કી કર્યું છે. કમિશનરને એ પણ ખબર છે કે તેમના ફાયર બ્રિગેડમાં બિન અનુભવી સીએફઓ છે અને તેથી બિનઅનુભવી સીએફઓના ભરોસે રહેશે તો વડોદરામાં પૂર વખતે બચાવ અને રાહતની કામગિરીમાં તકલીફ થશે જેથી 200 તરવૈયા દ્વારા બચાવ અને રાહત કાર્ય કરવામાં આવે તેવી તૈયારી તેમણે કરી દીધી છે. કમિશનર તરવૈયા તૈયાર કરી રહ્યા છે અને સ્થાયી ચેરમેન તરાપાના ભરોસે છે. ઉલ્લેખનિય છે કે ચેરમેન ભુતકાળમાં તરાપાનો ઉપયોગ કરવાની શહેરીજનોને સલાહ આપી ચુક્યા છે. હવે શહેરીજનોએ પણ તૈયાર થઇ જવું જોઇએ કે પાલિકાના ભરોસે રહેવાના બદલે તેમણે પણ આગોતરી તૈયારી કરી દેવી જરુરી છે. કોર્પોરેશ દ્વારા માનવસર્જિત પૂર આવી શકે છે તે માટે તૈયાર થવું જોઇએ
Reporter: admin







