News Portal...

Breaking News :

મેહુલ લાખાણીએ વિદ્યાર્થીઓનાં એસ.ટી. પાસમાં બનાવટી સિક્કા મારી કૌભાંડ કરેલું

2025-11-06 11:15:42
મેહુલ લાખાણીએ વિદ્યાર્થીઓનાં એસ.ટી. પાસમાં બનાવટી સિક્કા મારી કૌભાંડ કરેલું

જાહેરમાં મદિરા અને અપ્સરાની વાત કરનારા મેહુલ લાખાણી સામે જૂના ગુનાઓની વિગતો સામે આવી.
જાહેરમાં અભદ્ર વાણી-વિલાસ-બકવાસ કરવાનો અને પછી નિરીક્ષકો આગળ રોદણાં રડીને સંગઠન ઉપર દબાણ લાવવાનું ?
જે કરતૂતો તબક્કાવાર જાહેર થઈ ચૂક્યા છે,તેને સ્વીકારવા જ પડે.એટલું જ નહીં જાહેરમાં માફી પણ માંગવી પડે.
બાળ વિકાસ સમિતિના ચેર પર્સન થઈ ગયા, એટલે જાહેરમાં અભદ્ર ભાષા બોલવાની છૂટ નથી મળી જતી



મદિરા અને અપ્સરાની વાતો કરનારા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન મેહુલ લાખાણી સામે જૂનો ગુનાહિત રેકોર્ડ સામે આવ્યો છે. તેમની વિરુદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999 દરમિયાન IPC 420,468,471 મુજબનો ગુનો પણ નોંધાયો હતો.13-07-1999 થી 19-08-1999 દરમિયાન એમ.એસ. યુનિવર્સિટીના આશરે 51 વિદ્યાર્થીઓને મકરપુરા એસ.ટી. ડેપોમાં કન્સેશન પાસ મેળવવા માટે મેહુલ લાખાણીએ ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા.એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના ખોટા સિક્કા તથા સહીનો ઉપયોગ કરીને અરજીપત્રક રજૂ કરી એસ.ટી. સંસ્થાની સાથે ઠગાઈ કરવાના હેતુથી ખોટા દસ્તાવેજો બનાવી ખરા તરીકે ઉપયોગમાં લેવાયા હતા. આ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર 362/1999 હેઠળ ભારતીય દંડ સંહિતા કલમ 468, 471, 420 મુજબ ગુનો નોંધાયો હતો.આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કર્યા બાદ આરોપી મેહુલ વ્રજલાલ લાખાણી (રહે: મુળ ગામ પ્રાંતીજ, દેસાઇની પોળ અને જે તે સમયે લોહાણા બિલ્ડિંગ, ટાવર ચાર રસ્તા, નવરંગ સિનેમા નજીક) સામે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી.16 વર્ષ સુધી ટ્રાયલ ચાલ્યા બાદ  ગુનાના મામલે લાખાણીને રાહત મળી હતી. તેમ છતાં તેમના વિરુદ્ધ ગુનાહિત ભૂતકાળનો રેકોર્ડ સ્પષ્ટ છે. આથી આવા ગુનાહિત ભૂતકાળ ધરાવતા આધેડ મેહુલ લાખાણી જાહેરમાં મદિરા અને અપ્સરા અંગે વાત કરે તે અચંબાનું નથી.ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર તરીકે ઓળખાતા લાખાણીનો ભૂતકાળ ધ્યાનમાં લેવાય તો તેમનું ચારિત્ર્ય ઉજળું હોવાનું માનવાનો કોઈ કારણ નથી. ભૂતકાળમાં ઘણા ભાજપીઓ વિવિધ કાંડોમાં સંડોવાયેલા રહ્યા છે અને મેહુલ લાખાણી પોતે પણ પૂર્વ સાંસદની પુત્રી અંગેના વિવાદમાં સંડોવાયેલા હતા. તેથી હવે જો લાખાણી કહે કે મદિરા અને અપ્સરાની કોઈ વ્યવસ્થા નહોતી, તો તેમના સાથીઓએ તો માન્ય રાખ્યું જ હશે, પરંતુ વડોદરાના લોકો તેમને સારી રીતે ઓળખે છે. લાખાણીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર દૂધે ધોયેલા તરીકે પોસ્ટ કરનારા તેમના અનુયાયીઓ પણ હવે મૌન છે.



લાખાણીનાં લખોટા અચાનક કેમ શાંત થયા?કોનાં આદેશ થયા?
પીએમ મોદીના કાર્યક્રમ દરમ્યાન બસમાં જાહેરમાં મેહુલ લાખાણીએ “મદિરા અને અપ્સરાની કોઈ વ્યવસ્થા કરાઈ નથી” એવું નિવેદન આપ્યું હતું. આ વાત તે સમયે બસમાં હાજર પૂર્વ ધારાસભ્ય, કોર્પોરેટરો અને કાર્યકરોએ સાંભળી હતી. ત્યારબાદ લખોટીયાઓએ બે દિવસ સુધી સોશિયલ મીડિયા પર લાખાણીના વખાણ કરતી પોસ્ટો કરી હતી. જો કે વડોદરાની જનતાનો સપોર્ટ ન મળતા લાખાણીના લખોટાઓ શાંત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેમની તરફેણમાં પોસ્ટ કરનારાઓ સમજી લેવું જોઈએ કે આવા વ્યર્થ પ્રયત્નો વડોદરાની જનતા સ્વીકારતી નથી.યુનિ.નાં રાજકારણમાં આવી હરકતો કદાચ કોઈ ચલાવી લે.પરંતુ ભાજપ સંગઠનની આવા પ્રકારની હરકતો કરનારની ઉપર સતત નજર હોય છે. સ્પષ્ટતા કરવાનો મોકો પણ નહીં આપે. આજે કેટલાય સિનિયર ધારાસભ્યો,સાંસદો,મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, પ્રદેશ મહામંત્રી, મેયર,ચેરમેન,કોર્પોરેટરોને સંગઠને ઘરે બેસાડી દીધા છે. કેટલાક મનન મંથન કરનારા હોદ્દેદારોની આવા કાર્યકરો ઉપર સતત નજર હોય છે. નિરીક્ષકો આગળ રોદણાં રડવાથી કંઈ વળે નહીં. ઉપર સુધી રિપોર્ટ પહોંચી ચૂક્યો છે.

Reporter: admin

Related Post